CM સિદ્ધરમૈયાનો અમિત શાહ પર પલટવાર, કહ્યું- ‘BJP-RSS અને બજરંગ દળમાં છે આતંકીઓ’
કર્ણાટકમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે, ભાજપ સસ્તાંમાં વાપસી કરવા ઇચ્છે છે તો કોંગ્રેસની ચિંતા સત્તા બચાવવાની છે. આવામાં પોત પોતાની વૉટબેન્ક પર બધાની નજર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે તે SDPI સંગઠન વિશે પણ જાણી લો જેને લઇને આરોપ પ્રત્યારોપનો ખેલ કર્ણાટકની રાજનીતિમાં ચાલી રહ્યો છે. SDPI એટલે સોશ્યલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા દક્ષિણ ભારતમાં સક્રિય સંગઠન છે. SDPI પૉલ્યૂલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા એટલે PFIની રાજકીય શાખા છે. PFI અલ્પસંખ્યકો અને પછાતના હક્કો માટે અવાજ ઉઠાવવાનો દાવો કરે છે. જોકે આ સંગઠન પર દેશ વિરોધી ગતિવિધીઓમાં સામેલ થવાના આરોપ લાગતા રહ્યાં છે.
મુખ્યમંત્રી સિદ્ધરમૈયાએ કહ્યું, ‘’ભાજપ, આરએસએસ અને બજરંગ દળમાં પણ આતંકવાદીઓ છે. આ સંગઠનોનો રસ્તો આતંકવાદીઓ જેવો છે. પૉપ્યૂલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા, સોશ્યલ મીડિયા ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય સંગઠનો આતંકવાદી ગતિવિધીઓને ફેલાવવાની કોશિશો કરી રહ્યાં છે, તેને અમે બિલકુલ સહન નહીં કરીએ.’’
સીએમ સિદ્ધરમૈયાના આ નિવેદન પર બબાલ મચી છે, ખરેખર સિદ્ધરમૈયા અમિત શાહના આ નિવેદનનો જવાબ આપી રહ્યાં હતાં, જેમાં અમિત શાહે તેમના પર વૉટ બેન્કની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો, પણ હવે સિદ્ધરમૈયા પર એટેક શરૂ થઇ ગયા છે.
બેગ્લુંરુઃ કર્ણાટકાના મુખ્યમંત્રી સિદ્ધરમૈયાએ ભાજપ અધ્યક્ષ અમિત શાહના નિવેદન પર વળતો હુમલો કર્યો છે, સિદ્ધરમૈયાએ આરએસએસ અને ભાજપ પર કાઉન્ટર એટેક કરતાં કહ્યું કે, ભાજપ, આરએસએસ અને બજરંગ દળમાં જ આતંકવાદીઓ છે. અમિત શાહે ગઇકાલની એક રેલીમાં સિદ્ધરમૈયા પર વૉટ બેન્કની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -