'દક્ષિણ ભારતમાં જવા કરતાં પાકિસ્તાન જવું વધારે સારું કેમ કે......', ક્યા ક્રિકેટરની આ કોમેન્ટના કારણે થયો વિવાદ?
સિદ્ધૂના નિવેદન પર ભાજપ નેતા અનિલ વિજે કડક પ્રતિક્રિયા આપી છે. સિદ્ધૂના નિવેદનના એક ભાગને ટ્વિટર પર શેર કરતાં વિજને લખ્યું કે, જો કોંગ્રેસ નેતાને ‘આતંકિસ્તાન’ અને તેની ગોળીની ભાષા આટલી જ સારી લાગે છે તો તે પાકિસ્તાન ચાલ્યા જાય.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા અને પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધૂએ પોતાના પાકિસ્તાન યાત્રાના અનુભવ શેર કરતાં કંઈક એવી તૂલના કરી છે, જેના પર વિવાદ ઉભો થયો છે. સિદ્ધૂએ કહ્યું કે, તેના માટે પાકિસ્તાન યાત્રાનો અનુભવ દક્ષિણ ભારત કરતાં સારો રહ્યો છે. સિદ્ધૂના આ નિવેદન પર ભાજપ નેતા અને હરિયાણા સરકારમાં મંત્રી અનિલ વિજે કડક પ્રતિક્રિયા આપી છે. વિજે કહ્યું કે જો સિદ્ધૂને પાકિસ્તાન સાથે આટલો જ પ્રેમ હોય તો ત્યાં ચાલ્યા જાય.
હિમાચલ પ્રદેશના કસૌલીમાં 7માં ખુશવંત સિંહ લિટરેચર ફેસ્ટિવલ દરમિયાન જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કુંવર સંધૂએ સિદ્ધીને ભારત અને પાકિસ્તાનના પંજાબની વચ્ચે સાંસ્કૃતિક સમાનતા વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે, હું જ્યારે તમિલનાડુ જાવ છું ત્યારે ત્યાંની ભાષા નથી સમજી શકતો. માંડ બે ચાર શબ્દ સમજમાં આવે છે. ત્યાંની સંસ્કૃતિ એકદમ અલગ છે. પરંતુ જ્યારે પાકિસ્તાન જાવ છું ત્યારે ભાષા એક છે. જેમ કેમ તમે જાણો છો કે અંગ્રેજીમાં 10 વખત દેવામાં આવેલી ગાળ પર પંજાબની એક ગાળ ભારે પડે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -