'તમે 42 વર્ષ મોડા પડ્યા છો', રાહુલ ગાંધીને સ્મૃતિ ઈરાનીનો વળતો જવાબ
નવી દિલ્લી : રાહુલ ગાંધીના વડાપ્રધાન મોદી અને રાજગ સરકાર પર કરેલા આકરા પ્રહારો બાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પલટવાર કર્યો છે. રાહુલ ગાંધીએ શુક્રવારે બેંગલોરમાં ભીમરાવ આંબેડકર આંતરરાષ્ટ્રીય સંમેલનને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું હતું. ત્યારબાદ ટ્વિટર પર મોદીની તુલના 'હિટલર' સાથે કરી હતી. તેમણે એક ટ્વીટમાં લખ્યું કે, 'હિટલરે એકવાર કહ્યું હતું કે, સત્ય પર મજબુત પકડ બનાવી રાખો, જેથી તમે ગમે ત્યારે મારી-મચડીને રજૂ કરી શકો. આજે આપણી આજુબાજુ આવું જ થઇ રહ્યું છે'.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવધુમાં સ્મૃતિ ઇરાનીએ એક ટ્વિટમાં લખ્યું કે, એક નિરાશાજનક ભવિષ્ય કોંગ્રેસની રાહ જોઇ રહ્યું છે, નથી કે દેશ. તેના સિવાય રાહુલ ગાંધીનું નામ ટ્વિટર પર ટેગ કરી ને લખ્યું કે, તમે જે કર્યું તેના માટે આભાર. ખાસ કરીના બીજેપી તરફથી.
ત્યારબાદ રાહુલે શુક્રવારે રોહિત વેમુલા સુસાઇડ કેસ, દાદરી કાંડ અને નોટબંધી પર મોદી સરકારની આકરી ટીકા કરી હતી. દેશના રાજા સામે કોઈની હિમંત નથી કે તે એની સાથે સાચી વાત કરી શકે. આ ટ્વિટ પર કડવી પ્રતિક્રીયા આપતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે, તમે આ મુદ્દા પર 42 વર્ષ મોડા પડી ગયા છો. આ બતાવવાની જરૂર નથી કે કોણ હિટલરથી પ્રેરિત છે. કોણે દેશમાં કટોકટી લગાવી અને કોણે લોકતંત્રનું ગળુ દબાવ્યું
- - - - - - - - - Advertisement - - - - - - - - -