બિહાર બોર્ડનો છબરડો, વિદ્યાર્થીને 35માંથી મળ્યા 38 માર્ક્સ, ઘણા એક્ઝામ આપ્યા વિના પાસ
બીજા ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જેમણે પરીક્ષા નહોતી આપી છતાં તેમને રિઝલ્ટમાં નંબર આપવામાં આવ્યા છે. એક વિદ્યાર્થીનીએ કહ્યું તેણે બાયોલોજીનું પેપર નહોતું આપ્યું છતા તેણે 18 માર્ક્સ આપવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લી: દરેક વખતે બોર્ડની પરીક્ષાઓના ટોપર્સને લઈને ચર્ચામાં રહેતું બિહાર શિક્ષણ બોર્ડ આ વખતે અન્ય પરીક્ષાર્થિઓના નંબરના કારણે ચર્ચામાં આવ્યું છે. આ વખતે પરીક્ષાર્થીઓનો આરોપ છે કે તેમને કુલ નંબર કરતા વધારે માર્ક્સ મળ્યા છે. જ્યારે અન્ય કેટલાક વિદ્યાર્થીઓની ફરીયાદ છે કે જે વિષયની તેમણે પરીક્ષા નહોતી આપી, તેમાં પણ તે પાસ થયા છે.
ચંપારણમાં રહેતા એક વિદ્યાર્થીને ફિઝિક્સ થિયરીના પેપરમાં 35માંથી 38 માર્ક્સ મળ્યા છે. રાષ્ટ્રભાષા અને અંગ્રેજીમાં ઝીરો નંબર મળ્યા છે. એક વિદ્યાર્થીને ગણિતના પેપરમાં 35માંથી 40 માર્ક્સ મળ્યા છે.
એક રિપોર્ટ અનુસાર બિહારના અરવાલ જિલ્લાના એક વિદ્યાર્થીને ગણિતમાં 35માંથી 38 માર્ક્સ પ્રાપ્ત થયા છે, જ્યારે ઓબ્જેક્ટિવ ટાઈપ સવાલોમાં 35માંથી 37 માર્ક્સ આપવામાં આવ્યા છે. વિદ્યાર્થીએ કહ્યું હું આ ભૂલને લઈને આશ્ચર્યમાં નથી કારણ કે આ પ્રકારની ભૂલો રાજ્ય બોર્ડ દ્વારા થતી રહે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -