મૉડલને પંડિતે કહ્યુઃ તારી માના શરીરમાં પિતાનો આત્મા છે, આત્માને મુક્ત કરાવવા પુત્રે શું કર્યું? જાણીને ધ્રુજી જશો
જ્યારે લક્ષ્ય સાંજે સાડા 8 વાગે ઘરે પાછો આવ્યો તો જોયું તે તેની મા બાથરૂમની ફરસ પર બેભાન પડી હતી. તે પછી ડરીને તેણે પોતાના દોસ્તને કોલ કર્યો અને આ વિશે જણાવ્યું. તેણે જ તેને પોલીસને સૂચના આપવા જણાવ્યું. લક્ષ્યએ તરત જ માને હોસ્પિટલ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ બોલાવી પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ચૂક્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોસ્ટમોર્ટમમાં જાણ થઈ છે કે સુનીતાના ચહેરા અને ગરદન પર ગંભીર ઈજાઓ થઈ છે, જેના કારણે તેનું મોત થયું. પોલીસે જણાવ્યું કે લક્ષ્યએ આ વાત કબૂલી છે કે તેણે ક્રોસગેટ બિલ્ડીંગના ત્રીજા ફ્લોરના પોતાના ફ્લેટ પર પોતાની માને બાથરૂમમાં બંધ કરતા પહેલા ઘણી મારપીટ કરી હતી.
ઓશિવારા પોલીસે આ મામલે જણાવ્યું કે, લક્ષ્ય તે દિવસે એક પંડિતને મળવા માટે ગયો હતો, જેથી તેમની મદદથી તે માની અંદર ઘૂસેલી પિતાની આત્માને બહાર કાઢી શકે.
લક્ષ્ય 4 ઓક્ટોબર બપોરે સાડા 3 વાગે પોતાના દોસ્ત નિખિલ રાય અને પોતાની ફિયાન્સી એશપ્રિયા બેનર્જીની સાથે અંધેરી વેસ્ટમાં લોખંડવાલા સ્થિત પોતાના ફ્લેટ પર પહોંચ્યો. પોલીસના જણાવ્યા પ્રમાણે, તેની ફિયાન્સીને પણ ડ્રગ્સની આદત હતી. પોતાની માની સાથે કોઇ વાતે ઝઘડો થઈ ગયા પછી લક્ષ્યએ તેને બાથરૂમની અંદર બંધ કરી દીધી અને ત્યાંથી ચાલ્યો ગયો.
માહિતી પ્રમાણે, 4થી ઓક્ટોબરે 49 વર્ષની ફેશન ડિઝાઇનર સુનિતા સિંહને તેના જ પુત્ર લક્ષ્યે શહેરના લોખંડવાળા ફ્લેટમાં કરી દીધી. લક્ષ્યનુ માનવુ હતું કે, તેની માતાના શરીરમાં તેના પિતાનો આત્મા સમાઇ ગયો છે અને જેને બહાર કઢવાની આ જ રીત છે.
મુંબઇઃ શહેરમાં એક સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મુંબઇની ફેમસ ફેશન ડિઝાઇનર સુનિતા સિંહની હત્યા તેના જ પુત્રએ અંધવિશ્વાસમાં કરી હોવાનું બહાર આવ્યુ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -