ભાજપ બંગાળમાં મમતા સામે આ મહાન ક્રિકેટરને બનાવશે મુખ્યમંત્રીપદનો ઉમેદવાર, સેહવાગે કરેલી તેના CM બનવાની આગાહી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે ગાંગુલી આ માટે તૈયાર છે અને તે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ચહેરા તરીકે આગળ રહેવા પણ તૈયાર છે. રસપ્રદ વાત એ છે કે, વિરેન્દ્ર સેહવાગે એક વાર આગાહી કરી હતી કે, સૌરવ દાદા બંગાળના મુખ્યમંત્રી બનશે. આ આગાહી સાચી પડે છે કે નહીં તે હવે જોવાનું રહે છે.
નવી દિલ્હીઃ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ દેશભરમાં ફરીને જાણીતાં લોકોને મળી રહ્યા છે અને નરેન્દ્ર મોદી સરકારના ચાર વર્ષના શાસનની સિધ્ધીઓની માહિતી આપી રહ્યા છે. સાથે સાથે સેલિબ્રિટીને ભાજપ સાથે જોડાવાની અપીલ પણ કરી છે અને તેમાં તેમણે સૌરવ ગાંગુલીના રૂપમાં મોટો કેચ પકડ્યો હોવાનું મનાય છે.
સૂત્રોનાં જણાવ્યા અનુસાર 2014માં ભાજપે સૌરવ ગાંગુલીને કોલકાત્તામાંથી લોકસભાની ચૂંટણી લડાવવાની તૈયારી કરી હતી પરંતુ ગાંગુલીએ ના કહી હતી. ગાંગુલીએ પણ આ વિશે ખુલાસો કર્યો હતો અને પોતાને ઓફર થઈ હોવાનું સ્વીકાર્યું હતું.
આ પેજ દાવો કરવામાં આવ્યો કે સૌરવ ગાંગુલી બહુ જલદી ભાજપમાં જોડાઈ જશે. ભાદપના કોઈ પણ નેતા કે સૌરવ ગાંગુલીએ આ અટકળો અંગે કોઈ કોમેન્ટ કરી નથી તે જોતાં આ અટકળો સાચી હોવાનું મનાય છે. સૌરવ ગાંગુલી ભાજપતરફી વિચારધારા ધરાવે છે એ જગજાહેર છે.
પશ્ચિમ બંગાળમાં ભાજપની સ્થિતિ મજબૂત કરવા માટે ભાજપે બંગાળ ક્રિકેટ સંઘનાં પ્રમુખ સૌરવ ગાંગુલીને પાર્ટીમાં સામેલ કરવાની તૈયારી કરી છે. ફેસબુક પર ભાજપ સમર્થિત એક પેજ ‘પશ્ચિમ બંગે બીજેપી ચાઇ’મતલબ પશ્ચિમ બંગાળમાં અમે બીજેપી ઇચ્છીએ છીએ ચાલે છે.
અમિત શાહે સૌરવ ગાંગુલીને ભાજપમાં જોડાવા મનાવી લીધો હોવાનું મનાય છે. ભાજપ સૌરવ ગાંગુલીને પશ્ચિમ બંગાળમાંથી 2019માં લોકસભાની ચૂંટણી લડાવશે તેવું ભાજપનાં સૂત્રો માને છે. બંગાળમાં 2021માં વિધાનસભાની ચૂંટણી આવે છે ને એ વખતે ભાજપ સૌરવને મુખ્યમંત્રીપદનો ઉમેદવાર પણ જાહેર કરી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -