સ્પાઇસજેટની ફરી વિવાદોમાં, પટના જઇ રહેલી ફ્લાઇટને પાયલટે રસ્તામાં જ ઉતારી દીધી, કહ્યું- મારી ડ્યૂટી ખતમ
આ અગાઉ ગયા મહિને સ્પાઇસજેટની ફ્લાઇટમાંથી ધૂમાડો નીકળવાની ઘટના સામે આવી હતી, જેના કારણે તેમા સવાર મુસાફરોમાં હડકંપ મચી ગયો હતો, જોકે કોઇ મુસાફરને કંઇજ નુકશાન ન હતુ થયું, તે ફ્લાઇટ 3466 કોઇમ્બતુરથી બેગ્લુંરુ જઇ રહી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કારણે મુસાફરો ભારે મુશ્કેલીઓમાં આવી ગયા અને વિમાન ક્યારે ઉડશે તેની રાહ જોઇ રહ્યાં હતા. જોકે આ આખી ઘટનાને લઇને સ્પાઇસજેટ તરફથી હજુ સુધી કોઇ નિવેદન નથી આવ્યું.
સ્પાઇસજેટના આ વિમાને રાત્રે સાડા આઠ વાગે દિલ્હીથી પટના માટે ઉડાન ભરી હતી, મુસાફરોનું કહેવુ છે કે તેમને દિલ્હીથી પટના માટે ઉડાન ભરી હતી, પણ બનારસમાં જઇને ફસાઇ ગયા છે. હવે ના પાયલટ વિમાન ઉડાવવા તૈયાર છે કે ના કોઇ તેમની મદદ આવવા.
પાયલટનું કહેવું છે કે, તેની ડ્યૂટીનો સમય પુરો થઇ ચૂક્યો છે, જેના કારણે તે વિમાનને નહીં ઉડાવે. આથી મુસાફરો રસ્તામાં જ ફસાઇ ગયા.
ત્યારબાદ જ્યારે હવામાન સાફ થયુ અને વિમાનની ઉડાન ભરવાનો સમય થયો, તો પાયલટે ના પાડી દીધુ, પાયલટે ઉડાન ભરવાનો ઇનકાર કરી દીધો. યાત્રીઓનો આરોપ છે કે પાયલટે વિમાનને વારાણસીથી પટના લઇ જવાની ના પાડી દીધી.
નવી દિલ્હીઃ સ્પાઇસજેટ ફરીથી વિવાદોમાં સપડાયુ છે, સ્પાઇસજેટની ફ્લાઇટમાં બેસીને દિલ્હીથી પટના જઇ રહેલા મુસાફરો અચાનક બનારસમાં ફસાઇ ગયા હોવાની ઘટના સામે આવી છે. સ્પાઇસજેટની ફ્લાઇટ SG 8480એ દિલ્હીથી ઉડાન ભર્યા બાદ પાયલટે ખરાબ હવામાનને કારણે વિમાનને બનારસમાં જ ઉતારી દીધું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -