ક્યા હિંદુ આધ્યાત્મિક નેતાએ 'પદ્માવત'ને અદભૂત અને દેશના ગૌરવ સમાન ફિલ્મ ગણાવી કર્યાં ભરપૂર વખાણ?
ભણસાલીની આ ફિલ્મનો રાજપૂત સંગઠનો અને કરણી સેનાની તરફથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 28 નવેમ્બરના રોજ આ ફિલ્મને લઈ કેટલીક રાજકીય ટિપ્પણીઓ પર અપ્રસન્નતા વ્યક્ત કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સેન્સર બોર્ડના નિર્ણય પહેલાં ફિલ્મ અંગે કોઈ મંતવ્ય આપી શકાય નહીં. બાદમાં સેન્સર બોર્ડે પણ આ ફિલ્મને પાસ કરી દીધી હતી.
આ ફિલ્મમાં દીપિકા પાદૂકોણની સાથે શાહિદ કપૂર અને રણવીર સિંહે પણ અભિનય કર્યો છે. આ પહેલાં પણ બે વખત સુપ્રીમ કોર્ટે ફિલ્મના પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ નિષ્ફળ કરી દીધો હતો.
પદ્માવત 24મીએ દેશભરમાં રિલીઝ પેઈડ પ્રિવ્યુથી રિલીઝ થશે. ગુજરાત, મધ્યપ્રદેશ, હરિયાણા, રાજસ્થાનમાં ફિલ્મ પર મુકાયેલા પ્રતિબંધ સામે સુપ્રિમ કોર્ટમાં ગયેલા નિર્દેશક સંજય લીલા ભણશાલીને રાહત થઈ છે.
રાણી પદ્માવતિને આ ફિલ્મ સાચી શ્રદ્ધાંજલિ આપે છે અને રાજપૂતોના સન્માનની ગૌરવ ગાથા રૂપ આ ફિલ્મ છે. રાજસ્થાનમાં ફિલ્મનો સતત વિરોધ કરી રહેલી કરણી સેનાના કાર્યકરો ચિત્તોડગઢ, ઉદયપુર, કોટા, ભીલવાડામાં રોડ પર ઉતરી આવ્યા હતાં અને ફિલ્મ પ્રદર્શિત નહીં થવા દેવાય તેવી ચિમકી ઉચ્ચારી હતી.
મુંબઈ: આધ્યાત્મિક ગુરૂ શ્રીશ્રી રવિ શંકરે બેંગલુરું ખાતે પદ્દમાવત ફિલ્મ આર્ટ ઓફ લિવીંગ સેન્ટર ખાતે ખાસ સ્ક્રિનીંગમાં નિહાળ્યા બાદ ભરપુર વખાણ કરતાં જણાવ્યું હતું કે, આ ફિલ્મ અદ્દભતુ છે. આ ફિલ્મ પર આપણે ગૌરવ લેવું જોઈએ.
અદાલતે ચાર રાજ્યોમાં ફિલ્મ પર મુકાયેલા પ્રતિબંધને અયોગ્ય ઠેરવી ફિલ્મ રિલીઝ માટે લીલીઝંડી આપી છે. સુપ્રિમ કોર્ટએ કહ્યું હતું કે કાયદો વ્યવસ્થા જાળવી રાખવી એ રાજ્યોની જવાબદારી છે.
મુંબઈ: આધ્યાત્મિક ગુરૂ શ્રીશ્રી રવિ શંકરે બેંગલુરું ખાતે પદ્દમાવત ફિલ્મ આર્ટ ઓફ લિવીંગ સેન્ટર ખાતે ખાસ સ્ક્રિનીંગમાં નિહાળ્યા બાદ ભરપુર વખાણ કરતાં જણાવ્યું હતું કે, આ ફિલ્મ અદ્દભતુ છે. આ ફિલ્મ પર આપણે ગૌરવ લેવું જોઈએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -