Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
શ્રીદેવીના અંતિમ દર્શનમાં જાણીતા કલાકારો ભાવુક થઇને રડી પડ્યાં, જુઓ તસવીરો
અભિનેત્રી અને સાંસદ રેખા પણ શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપવા આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસનો પાર્થિવ દેહ લોખંડવાલા સ્થિત સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબમાં આવી પહોંચી બાદ અંતિમ દર્શન માટે ફિલ્મી સિતારા, ચાહકો ઉમટી પડ્યા હતા. ઘણા ફિલ્મી સિતારાઓ શ્રીદેવીની શ્રદ્ધાંજલિ આપી ભાવુક થયા હતા. શ્રીદેવીના પાર્થિવ દેહને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, દુબઈમાં શનિવારે રાતે શ્રીદેવીનું નિધન થયું હતું. દુબઈમાં શબ ઘરમાં તેનો મૃતદેહ 60 કલાકથી રાખવામાં આવ્યો હતો. સરકારી વકીલની અનુમતી બાદ જ પોલીસ મૃતદેહને મુંબઈ લઈ જવાની મંજૂર આપી હતી. જે બાદ હવે શ્રીદેવીના પાર્થિવ દેહને દુબઈથી ભારત લાવવા માટે ક્લિયરેન્સ મળ્યું હતું.
શ્રીદેવીનો પાર્થિવ દેહ દુબઈથી મંગળવારે રાત્રે 9.45ની આસપાસ મુંબઈ એરપોર્ટ પર આવી પહોંચ્યો હતો. પતિ બોની કપૂર અને પુત્ર અર્જૂન કપૂર ખાનગી વિમાનથી તેનો પાર્થિવ દેહને દુબઈથી લઈને મુંબઈ પહોંચ્યા હતા. અનિલ કપૂર અને અનિલ અંબાણી પણ એરપોર્ટ પર પહોંચ્યા હતા. આજે બપોરે 3.30 કલાકે શ્રીદેવીના અંતિમ સંસ્કાર થશે.
ઉર્વશી રાઉતેલા
તબુ
સુસ્મિતા સેન
શ્રીદેવીની એક સમયની હરિફ માધુરી દીક્ષિત પતી શ્રીરામ નેને સાથે આવી હતી.
જયા બચ્ચન દીકરી શ્વેતા નંદા સાથે પહોંચી હતી. અમિતાભ બચ્ચને અંતિમ સંસ્કારમાં હાજર રહે તેવી અટકળો છે.
ફિલ્મ ડિરેક્ટર સુભાષ ઘાઈ
અક્ષય ખન્ના
ઠાકરે પરિવાર પણ શ્રીદેવીના પાર્થિવ દેહના દર્શનાર્થે પહોંચ્યો હતો.
સંજય કપૂર પરિવાર સાથે શ્રીદેવીના અંતિમ દર્શાનાર્થે આવ્યો હતો.
બોલીવુડ અભિનેત્રી અને સાંસદ જયા પ્રદા પણ શ્રીદેવીના પાર્થિવ દેહના દર્શાનાર્થે આવી હતી.
હેમા માલિની પુત્રી ઈશા દેઓલ સાથે આવી હતી.
સોનમ કપૂર બોયફ્રેન્ડ આહુજા સાથે આવી હતી.
સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબની બહાર ચાહકોની ભીડ
શ્રીદેવીના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે આવેલી ફરાહ ખાન
સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબ બહાર પ્રશંસકોની ભીડ
સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબ ખાતે શ્રીદેવીના પાર્થિવ દેહના અંતિમ દર્શનાર્થે આવેલા અનુ કપૂરે કહ્યું હતું કે, હાલ પરિવાર ઊંડા શોકમાં છે. પુત્રીઓએ યુવા વયમાં જ તેમની માતા ગુમાવી છે. આપણે તેમના માટે પ્રાર્થના કરવી જોઈએ.
શ્રીદેવીને શ્રદ્ધાજંલિ આપવા સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબ પહોંચેલો અરબાઝ ખાન
સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબની બહાર ચાહકોની ભીડ
શ્રીદેવીના કટઆઉટ પાસે મીણબત્તી પ્રગટાવી શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબ
- - - - - - - - - Advertisement - - - - - - - - -