માતા શ્રીદેવી મોત પહેલાં પુત્રી જાહન્વીનો ચહેરો પણ ન જોઈ શકી, જાણો કારણ
દુઃખની વાત એ છે કે શ્રીદેવીના અંતિમ સમયમાં તેની મોટી દીકરી જાહન્વી સાથે નહોતી. શ્રીદેવી અંતિમ સમયે પોતાની મોટી દીકરીનો ચહેરો પણ જોઈ શકી નહીં. પૂરો પરિવાર દુબઈમાં હતો. જોકે, જાહન્વી ફિલ્મ 'ધડક'ના શૂટિંગને કારણે લગ્નમાં જઈ શકી નહોતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપહેલા સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, આજે શ્રીદેવીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સંદીપ મારવાહના પુત્ર મોહિતના લગ્નમાં હાજરી આપવા માટે શ્રીદેવી દુબઈ ગઈ હતી. આખો પરિવાર ત્યાંથી પરત મુંબઈ ફર્યો હતો પરંતુ શ્રીદેવી દુબઈમાં શોપિંગ કરવા માટે રોકાઈ હતી.
ફિલ્મ સમીક્ષક પ્રદીપ સરદાનાએ શ્રીદેવીના સંબંધી સંદીપ મારવાહ સાથે વાત કરી હતી. સંદીપ મારવાહે જણાવ્યું હતું કે શ્રીદેવીનો પાર્થિવ દેહ ભારતો પહોંચી જશે પરંતુ અંતિમ સંસ્કાર કાલે કરવામાં આવશે.
શ્રીદેવીના પતિ બોની કપૂરના નાના ભાઈ સંજય કપૂરે સાથે એબીસી અસ્મિતા સાથે આ સમાચારની પૃષ્ટિ કરી હતી. સંજય કપૂરે જણાવ્યું હતું કે, હું દુબઈમાં લગ્નમાં હાજરી આપીને પરત મુંબઈ ફર્યો હતો જોકે આ સમાચાર મળતાં જ ફરી હું દુબઈ જવા રવાના થઈ ગયો હતો. શ્રીદેવીની પુત્રી જ્હાનવી કપૂર પણ દુબઈ જવા માટે રવાના થઈ ગઈ હતી. શ્રીદેવીએ 300મી ફિલ્મ કરી હતી જેનું નામ છે ‘મોમ’.
શ્રીદેવીનો દિયર તથા બોની કપૂરનો ભાઈ સંજય કપૂર શનિવાર(24મી ફેબ્રુઆરી)ના રોજ દુબઈથી મુંબઈ આવ્યો હતો. જોકે, તે જેવો મુંબઈ આવ્યો તેને શ્રીદેવીના હાર્ટ એટેકના સમાચાર મળ્યા હતાં અને તે તરત જ દુબઈ જતો રહ્યો હતો. માતાનું અવસાનના સમાચાર મળતાં જ જાહન્વી પણ દુબઈ પહોંચી હતી.
મુંબઈ: બોલીવુડની જાણીતી અભીનેત્રી શ્રીદેવીનું 54 વર્ષની વયે હાર્ટ અટેકથી નિધન થયું છે. શ્રીદેવી તેમના પતિ બોની કપુર અને દિકરી ખુશી સાથે દુબઈ એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતાં. જ્યાં તેમને હાર્ટ અટેક આવતા તેમની તબિયત અચાનક લથડી પડી હતી અને તેમનું નિધન થયું હતું. જોકે આ લગ્ન પ્રસંગમાં મોટી પુત્રી જહાન્વી ગઈ નહોતી. જાહન્વી ફિલ્મ ‘ધડક’ના શૂટિંગને કારણે લગ્નમાં હાજરી આપી શકી નહોતી. જેના કારણે તે શ્રીનો ચહેરો જોઈ શકી નહોતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -