Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
શ્રીદેવીને પત્ની માની રેશન કાર્ડમાં નામ નોંધાવનારા ચાહકે શ્રીદેવીના મોત પર શું કર્યું? જાણો વિગત
ઓપી મેહરાનાં લગ્ન કરાવવા માટે પરિવારે 21 છોકરીઓ શોધી પરંતુ તેઓ લગ્ન માટે તૈયાર ન થયા. તેમણે પરિવારને સ્પષ્ટ કહ્યું હતું કે, મેં શ્રીદેવીને પોતાની પત્ની માની લીધી છે. શ્રીદેવી પ્રત્યેની તેમની દિવાનગી એટલી બધી છે કે તેમણે રાશન કાર્ડ અને મતદાર યાદીમાં પણ શ્રીદેવીને પોતાની પત્ની તરીકે ઘોષિત કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરવિવારે દદુની ગામમાં શ્રીદેવીને શ્રદ્ધાજંલિ આપવા માટે શોક સભાનું આયોજન કર્યું હતું. જેમાં ગામનાં દરેક સ્ત્રી-પુરુષો શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. ઓપી મેહરાએ શ્રીદેવીની તસવીર સામે બેસીને મુંડન પણ કરાવ્યું હતું અને 13મીનાં દિવસે 51 બાળાઓને ભોજન કરાવવાનું આયોજન પણ કર્યું હતું.
દદુની ગામનાં 48 વર્ષિય ઓપી મેહરા શ્રીદેવીનો એવો ચાહક છે કે તેણે શ્રીદેવીને પોતાની પત્ની માની લીધી છે. 20 વર્ષની ઉંમરે 1990માં ઓપી મેહરા ઘરેથી પૈસા ચોરી શ્રીદેવીને મળવા મુંબઈ પહોંચ્યો હતો પરંતુ મળી શક્યો નહતો.
ભોપાલ: મધ્યપ્રદેશનાં શ્યોપુરથી 13 કિલોમીટર દૂર આવેલા દદુની ગામમાં શ્રીદેવીનો એક એવો પ્રેમી છે જેણે શ્રીદેવીને પોતાની પત્ની માનીને આજીવન કુંવારા રહેવાની પ્રતિજ્ઞા લીધી છે. શ્રીદેવીનો આ જબરદસ્ત ચાહક 12 વર્ષથી પોતાના ઘરે શ્રીદેવીની તસવીરની પૂજા કરે છે. શ્રીદેવીનાં મૃત્યુનાં સમાચાર સાંભળીને તેને એટલો આઘાત લાગ્યો હતો કે તેણે 5 દિવસ સુધી જમવાનું બંધ કરી દીધું હતું.
આ ચાહકે 1994માં શ્રીદેવીને મળવાના ચક્કરમાં રાજસ્થાનની કોટા પોલીસે જેલ ભેગો કર્યો હતો, પરંતુ ઓપી મેહરાનો શ્રીદેવી પ્રત્યેનો લગાવ ઓછો નહોતો થયો. 1988થી લઈને 1996 સુધી ઓપી મેહરાએ શ્રીદેવીને 3,000થી પણ વધુ લવ લેટર લખ્યા હતા, જેમાં લગ્ન કરવા માટેનો પ્રસ્તાવ પણ હતો. જોકે 1996માં શ્રીદેવીનાં બોની કપૂર સાથે લગ્ન થયા બાદ ઓપી મેહરાએ શ્રીદેવીને લવ લેટર લખવાનું બંધ કરી દીધું હતું.
રવિવારે શ્રીદેવીનાં આ ચાહકે પોતાના ઘરે શ્રદ્ધાંજલિ સભાનું પણ આયોજન કર્યું હતું. પોતાને જન્મ આપનાર માંના મૃત્યુ પર તેણે મુંડન નહોતું કરાવ્યું પરંતુ શ્રીદેવીનાં મૃત્યુ પર શ્રીદેવીનાં ફોટોની સામે બેસીને તેણે મુંડન કરાવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -