હેકરોએ સર્વર હેક કરી મુંબઈની બેંકના ખાતમાંથી ઉપાડ્યા 143 કરોડ રૂપિયા
સ્ટેટ બેન્ક ઓફ મોરિશિયસના નરીમન પોઈન્ટ શાખાના ઇન્ચાર્જે આ બાબત પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. જોકે, EOWના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે ફરીયાદ નોંધવામાં આવી છે અને સાયબર નિષ્ણાતો તપાસમાં મદદ કરી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈ: મુંબઇ સ્થિત સ્ટેટ બેન્ક ઓફ મોરિશિયસની શાખામાં સાયબર ફ્રોડનો કેસ સામે આવ્યો છે. હેકર્સે બેંકની નરીમન પોઇન્ટ શાખામાંથી 143 કરોડ રૂપિયા ઉપાડી લીધા છે. શાખાએ આ કેસમાં મુંબઈ પોલીસની આર્થિક અપરાધ શાખાને ફરિયાદ નોંધાવી છે.
5 ઓક્ટોબરે નોંધાયેલી ફરિયાદમાં, એવું કહેવામાં આવ્યું છે કે હેકરોએ બેંકના સર્વરને હેક કર્યું હતુ. આ પછી તમામ એકાઉન્ટ્સ સુધી તેઓ પહોંચ્યા હતા. હેકરોએ ભારતની બહારના ઘણા ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર કર્યા છે. સ્ટેટ બેન્ક ઓફ મોરિશિયસની નરીમન પોઇન્ટ શાખા રહેજા સેન્ટરના 15માં માળ પર સ્થિત છે. 9 મહિનાની અંદર બેંકોમાં થયેલ સાયબર છેતરપિંડીનો આ ત્રીજો મોટો કેસ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -