અયોધ્યામાં ટૂંકમાં સ્થપાશે 152 મીટર ઉંચુ ભગવાન રામનું સ્ટેચ્યુ, જગ્યા થઈ નક્કી
ભગવાન રામના સ્ટેચ્યુ માટે આર્કિટેક્ટ નક્કી થઈ ગયો અને ટૂંકમાં જ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)માંથી તેની મંજૂરીની પ્રક્રિયા શરૂ થઈ જશે. સૂત્રો અનુસાર સરકારને વિશ્વાસ છે કે 4 મહિનાની અંદર તેના પર કામ શરૂ થઈ જશે. કહેવાય છે કે, તેના નિર્માણ કાર્યમાં 330 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્ટેચ્યુ ભલે 108 મીટરનું હોય, પરંતુ તેનું પેડસ્ટલ અંદાજે 44 મીટરનું હશે. માટે આ સમગ્ર સ્ટેટ્યુ 152 મીટર સુધીનું થઈ જશે. જણાવીએ કે થોડા દિવસ પહેલા જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં એ નક્કી કરવામાં આવ્યું હતું કે, રામનું સ્ટેચ્યુ કોરિયાની રાણી રહેલ ક્વીન હોના સ્મારક પાસે જ લગાવવામાં આવશે.
જણાવીએ કે, સરકારનો પ્રયત્ન છે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) અંતર્ગત અયોધ્યામાં અનેક પ્રોજેક્ટ માટે 755 કરોડ રૂપિયા મેળવવામાં આવે. રામના સેટ્યુ ઉપરાંત અયોધ્યાના વિકાસ અને નવી અયોધ્યા ટાઉનશિપ જેવા અનેક પ્રોજેક્ટ શરૂ થશે.
નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિરને લઈને ભલે હજુ શંકા હોય, પરંતુ ભગવાન રામની મોટું અને ભવ્ય સ્ટેચ્યુ ક્યાં લાગશે તે નક્કી થઈ ગયું છે. અયોધ્યામાં નવ્ય અયોદ્યા પ્રોજેક્ટ અંતર્ગત 108 મીટર ઉંચી ભગવાન રામની પ્રતિ લગાવવા માટે સરયૂ નદીની પાસે જ ‘ક્વીન હો’ મેમોરિયલની પાસે એક જગ્યા નક્કી કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -