MP: જન આશિર્વાદ યાત્રામાં CM શિવરાજસિંહની બસ પર પથ્થરમારો
મધ્યપ્રદેશ બીજેપી મીડિયાના પ્રભારી લોકેન્દ્ર પરાશરે ટ્વિટ કરી કહ્યું કે ચુરહટમાં જન આશિર્વાદ યાત્રાને મળેલા અપાર જનસમર્થનથી લોકો કાયરોની જેમ પથ્થરમારો કરી રહ્યા છે. આખા રાજ્યની પ્રજા મુખ્યમંત્રીની સાથે છે. કાયર હરકત કરનારા લોકોને પ્રજા જવાબ આપશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજેપીના પ્રદેશ અધ્યક્ષ રાકેશ સિંહે કોગ્રેસ પર આરોપ લગાવતા ટ્વિટ કર્યું હતું અને કહ્યું હતું કે, ચુરહટ વિધાનસભા વિસ્તારમાં શિવરાજસિંહ ચૌહાણની જન આશિર્વાદ યાત્રાના રથ પર કરવામાં આવેલો પથ્થરમારો કાયર કૃત્ય છે. સભ્ય સમાજમાં આ પ્રકારની હરકતોને સહન કરી શકાય નહી. પ્રજા આ હરકતનો જવાબ કોગ્રેસને આપશે.
ભોપાલઃ મધ્યપ્રદેશના ચુરહટમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની જન આશિર્વાદ યાત્રા દરમિયાન મુખ્યમંત્રીના રથ પર અજાણ્યા લોકોએ પથ્થરમારો કર્યો હતો. જોકે, પથ્થર ફેંકવાની ઘટનામાં કોઇને ઇજા પહોંચી નહોતી. પરંતુ રથના કાચ તૂટી ગયા હતા. પથ્થર કોણે ફેંક્યો તેની કોઇ જાણકારી મળી શકી નથી પરંતુ ભાજપે કોગ્રેસ પર આરોપ લગાવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -