મરાઠા આંદોલનઃ 21 વર્ષના વિદ્યાર્થીએ કર્યો આપઘાત, લખ્યું- BSC થયા પછી પણ નોકરી નથી મળી, હું મરાઠા છું
મહારાષ્ટ્રની ફડણવીસ સરકારે મરાઠા અનામતના મુદ્દે કાલે મરાઠા સમાજના લોકો સાથે મુલાકાત કરી હતી. સીએમ ફડણવીસે તેમને વિશ્વાસ અપાવ્યો હતો કે અનામતને લઇને મરાઠા સમાજની દરેક માંગ માનવા તે તૈયાર છે. આ બેઠકમાં મરાઠા સમાજના દરેક પ્રતિષ્ઠિત લોકો સામેલ હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઇઃ મહારાષ્ટ્રના મરાઠા અનામત આંદોલનમાં વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. ઔરંગાબાદમાં ગઇકાલે એક મરાઠા વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે. પોલીસ અનુસાર, ઉમેશ આત્મારામ ઇંડાઇત નામના 21 વર્ષના વિદ્યાર્થીએ કાલે પોતાના ઘરે પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી. ઉમેશે સુસાઇડ નોટ સોશ્યલ મીડિયા પર આવી ત્યારે સેંકડોની ભીડે ઔરંગાબાદના જલાના રોડ પર પ્રદર્શન કર્યું, પુતળા ફૂંક્યા અને પથ્થરમારો પણ કર્યો.
સુસાઇડ કરનારા ઉમેશ ઇંડાઇત મરાઠા અનામતને લઇને એક્ટિવિટીમાં સામેલ હતો. તેને પોતાના મિત્રોને એ વાતની જાણ પણ કરી હતી કે, તે બીએસસી થયા બાદ પણ મને નોકરી નથી મળી રહી, મરાઠા હોવાના કારણે મને કોઇ નોકરી નથી આપતું. મારા જેવા ઓછા માર્ક વાળા વિદ્યાર્થીઓનું સિલેક્શન થઇ રહ્યુ છે અને મને સારા માર્ક્સ હોવા છતાં નોકરી નથી મળી રહી.
પોલીસ અનુસાર શહેરમાં પરિસ્થિતિ શાંતિપૂર્ણ છે. મરાઠા સંગઠન પોતાના સમુદાયને નોકરી અને શિક્ષણમાં અનામત આપવાની માંગ કરતા પ્રદર્શન કરી રહ્યું છે અને છેલ્લા બે અઠવાડિયાથી યુવકોની આત્મહત્યાના ઓછામાં ઓછા છ કેસો સામે આવી ચૂક્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -