દિલ્હીમાં સ્કૂલની મનમાની, ફી લેવા માટે 40 બાળકોને પાંચ કલાક સુધી ભોયરામાં પુરી દેવાયા, FIR દાખલ
આ ગંભીર મામલો મીડિયામાં આવતા દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ ટ્વીટ કર્યુ કે આ ઘટનાથી મને દુઃખ થયું છે. જ્યારે મને આ ઘટનાની ગઇકાલે રાત્રે ખબર પડી તો મે અધિકારીઓને કડક કાર્યવાહી કરવાનો આદેશ આપી દીધો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખાન અનુસાર, જે બાળકીઓએ ફી જમા નથી કરાવી તેમને જ અહીં રાખવામાં આવી છે. પેરેન્ટ્સનું કહેવું છે કે અમે સપ્ટેમ્બર મહિનામાં જ ફી જમા કરાવી દીધી હતી. એક બાળકના માતાપિતાએ મીડિયાને ચેક પણ બતાવ્યો હતો.
બાળકીઓના માતાપિતા અનુસાર, બાળકીઓ ભોયરામાં જમીન પર બેસેલી મળી હતી, ત્યાં પંખો પણ ન હતો. છેલ્લા પાંચ કલાકથી ભૂખ્યા હતા અને ટૉઇલેટ પણ જવા દેવામાં ન હતા આવ્યા. પેરેન્ટ્સે જ્યારે હેડ મિસ્ટ્રેસ ફરાહ ખાનને ફરિયાદ કરી તો તેમને સ્કૂલમાંથી બહાર કાઢી મુકવાની ધમકી આપી હતી.
બાળકીઓના માતાપિતાઓએ જણાવ્યું કે, બપોરે લગભગ 12.30 વાગ્યા જ્યારે તે બાળકીઓને લેવા માટે સ્કૂલ પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે, 40 બાળકો ક્લાસમાં નથી. ટીચર્સને જ્યારે પુછ્યુ ત્યારે ખબર પડી કે ફી જમા ના કરવવાના કારણે બાળકીઓની અટેન્ડેન્સ નથી લગાવવામાં આવી, તેમને 5 કલાકથી સ્કૂલના બેઝમેન્ટમાં પુરી રાખવામાં આવી છે. સ્કૂલની હેડ મિસ્ટ્રેસ ફરાહ દીબા ખાનના કહેવાથી આમ કરવામાં આવ્યું છે. જોકે બાદમાં પોલીસે આ અંગે ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીની સ્કૂલની મનમાની સામે આવી છે. બલ્લીમારાન સ્થિત રાબિયા ગર્લ્સ પબ્લિક સ્કૂલે ફીસ જમા નહીં કરાવવાના નામ પર 5 થી 8 વર્ષના 40 બાળકીઓ પર સોમવારે જુલમ ગુજાર્યો છે. બધી બાળકીઓને સ્કૂલના બેઝમેન્ટમાં 5 કલાક સુધી પુરી રાખવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -