રજનીકાંત કેસિનોમાં જુગાર રમતો હોય તેવો ફોટો મૂકી ભાજપના ક્યા દિગ્ગજ નેતાએ કરી તપાસની માગ?
તેમણે કહ્યું હતું કે, તે કાળા નાણાં પ્રતિ અતિસંવેદનશી છે, કારણ કે તેમના ખુદના ખાતા વિદેશી બેંકોમાં છે. આ કારણે જ તમિલનાડુ ભ્રષ્ટ રાજ્યોમાંથી એક બની ગયું છે. રજનીકાંતના રાજનીતિમાં પ્રવેશને ખોટો નિર્ણય ગણાવતા સ્વામીએ કહ્યું કે, તે રાજનીતિજ્ઞ બનવા લાયક નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા સ્વામીએ રજનીકાંતના રાજનીતિમાં સામેલ થવાના ઇરાદા પર શંકા વ્યક્ત કરી હતી કે અભિનેતાઓના રાજનીતિમાં સામેલ થવાને કારણે જ તમિલનાડુની રાજનીતિમાં બરબાદ થઈ ગઈ છે. ત્યાં સુધી કે તેના ભાષણ પણ કોઈ અન્ય લખતા હોય છે.
સ્વીમીએ ટ્વિટર પર લખ્યું, 'વાવ! આરકે420 પોતાના સ્વાસ્થ્યમાં સુધારા માટે યૂએસ કસીનોમાં જુગાર રમી રહ્યા છે. ઈડીએ તપાસ કરવી જોઈએ $$ ક્યાંથી આવી રહ્યા છે.' જણાવીએ કે, રજનીકાંત હાલમાં અમેરિકામાં સારવાર કરાવવા માટે ગયા છે. સ્વામીએ રજનીકાંત પર આ કટાક્ષ ત્યારે કર્યો છે જ્યારે રજનીકાંતે હાલમાં જ ફરીથી રાજનીતિમાં આવવાના સંકેત આપ્યા હતા.
નવી દિલ્હીઃ રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સુપરસ્ટાર રજનીકાંત પર આક્ષેપ કરતાં તેની એક તસવીર પોસ્ટ કરી છે. સ્વામીનું કહેવું છે કે, આ તસવીરમાં રજનીકાંત જુગાર રમતા જોવા મળે છે અને ઈડીએ તેની સંપત્તિની તપાસ કરવી જોઈએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -