સુકમા હુમલોઃ નક્સલવાદીઓની તસવીર જારી, પોલીસે 3થી 40 લાખ રૂપિયાનું ઇનામ રાખ્યું
આ ઘટના સમયે સ્થળ પર 99 જવાન હાજર હતા. આ જવાન વિસ્તારમાં રસ્તો બનાવવામાં મદદ કરી રહ્યા હતા. કહેવાય છે કે, નક્સલવાદીઓ પાસે રોકેટ લોન્ચર્સ અને AK47 જેવા હથિયાર પણ હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજણાવીએ કે, 24 એપ્રિલના રોજ છત્તીસગઢના સુકમા જિલ્લામાં નક્સલવાદીઓએ સીઆરપીએફની એક ટીમ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 25 જવીન શહીદ અને છ ગંભીર રીતે ઘાયલ થયા હતા. અહેવાલ અનુસાર અંદાજે 300 નક્સલવાદીઓએ મળીને આ હુમલાને અંજામ આપ્યો હતો.
સુકમામાં થયેલ હુમલા બાદ છત્તીસગઠના બસ્તરમાં સીઆરપીએફની બટાલીયન વધારી દેવામાં આવી છે. સીઆરપીએફના ડાયરેક્ટર જનરલ સુદીપ લખટકિયાએ ત્યાં કુલ 28 બટાલિયન તૈનાત કરી છે. જેમાંથી 10 તો માત્ર બસ્તરમાં છે. સીઆરપીએફની એક બટાલિયનમાં 1,000 જવાન હોય છે.
જિલ્લા પોલીસ દ્વારા જારી પોસ્ટરમાં જાણકારી આપનારનું નામ ગુપ્ત રાખવાની વાત પણ કહેવામાં આવી છે. પોલીસે પોતાના કેટલાક અધિકારીઓના ફોન નંબર પણ પોસ્ટરમાં આપ્યા છે. જે નક્સલવાદીઓ પર ઇનામ છે તેની તસવીર અને તેના વિશે થોડી જાણકારી પણ પોસ્ટરમાં આપવામાં આવી છે. પોલીસે એ પણ જણાવ્યું છે કે, આ નક્સલવાદીઓ પાસે ક્યા-ક્યા હથિયાર છે.
રાયપુરઃ છત્તીસગઢ જિલ્લા પોલીસે સુકમામાં સીઆરપીએફ જવાનો પર હુમલો કર્યો હતો તે નક્સલવાદીઓને પકડવા અથવા જાણકારી આપનારને ઇનામની જાહેરાત કરી છે. પોલીસે શુક્રવારે પોસ્ટર જારી કરીને આ વાતની જાહેરાત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -