દિલ્હીમાં 15 વર્ષ જૂના પેટ્રોલ અને 10 વર્ષ જૂના ડીઝલ વાહનો પર પ્રતિબંધ
ઉલ્લેખનીય છે કે વધતા પ્રદૂષણ અને પર્યાવરણને થઈ રહેલા નુકશાનને જોતા સુપ્રીમ કોર્ટે ચૂકાદો સંભળાવ્યો હતો. કોર્ટે કહ્યું દેશભરમાં 1 એપ્રિલ 2020થી ભારત સ્ટેજ બીએસ 4 શ્રેણીના વાહનો વેચાણ પર પ્રતિબંઘ લગાવવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં વધતા પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવતા દિલ્હીના વિસ્તારની 15 વર્ષ જૂના પેટ્રોલ અને 10 વર્ષ જૂના ડીઝલ વાહનો પર સોમવારે પ્રતિબંધ લગાવી દિધો છે. આ સાથે જ કોર્ટે પરિવહન વિભાગને આ પ્રકારના વાહનો રસ્તા પર જોવા મળે તો તેને જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે પરિવહન વિભાગને આ પ્રકારની ગાડીઓની સમગ્ર યાદી વેબસાઈટ પર મુકવાનું કહ્યું છે. કોર્ટે કહ્યું કે સરકાર પોતે ધ્યાન રાખીને કાર્યવાહી નથી કરતી અટલે સેન્ટ્રેલ પૉલ્યૂશન કંટ્રોલ બોર્ડે સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવું જોઈએ જેમાં લોકો પ્રદૂષણ સાથે જોડાયેલી ફરિયાદ કરી શકે.
આ મામલે એમિક્સ ક્યૂરી અપરાજિતા સિંહે કોર્ટને જાણકારી આપી કે NGT નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલે 2015માં આદેશ આપ્યા હતા પરંતુ અત્યાર સુધી તેને લાગૂ નથી કરવામાં આવ્યું. જસ્ટિસ મદન બી લોકૂરની અધ્યક્ષતા વાળી બેંચે ટિપ્પણી કરી, એનસીઆરની હાલત રોજ ખરાબ થઈ રહી છે. આપણે દરરોજ મીડિયમાં જોઈએ છીએ કે હવા એટલી ખરાબ છે કે સવારે વોક કરવું પણ નુકશાનકારક છે. આ પહેલા NGTએ 15 વર્ષ જૂના પેટ્રોલ અને 10 વર્ષ જૂના ડીઝલ વાહનો દિલ્હી-રાજધાની ક્ષેત્રમાં પ્રતિબધ લગાવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -