પદ્માવત મુદ્દે સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ચુકાદો, જાણો વિગત
નોંધનીય છે કે, આ મુદ્દે બિહારમાં રાજપૂત સમાજના લોકોએ તોડફોડ કરી છે. ગુરુવારે બિહારના મુઝફ્ફરપુરના એક સિનેમા હોલમાં અમુક લોકોએ ખૂબ હોબાળો કર્યો છે. અમદાવાદમાં પણ રાજપૂત સમાજના હાઈવે પર આગ સળગાવાની પણ ઘટના બની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબિહારમાં જેડીયુના પ્રવક્તાએ ફિલ્મમાં પ્રતિબંધની માગણી કરી છે. મુઝફ્ફરપુરમાં કાર્યકર્તાઓએ પોસ્ટરને ફાડ્યું અને સિનેમા હોલમાં ઘુસીને ફિલ્મના વિરોધમાં નારેબાજી કરી હતી.
સુપ્રીમની મંજૂરી બાદ હવે મામલે વધુ ગરમાયો છે, કરણી સેના ફિલ્મના વિરોધમાં પ્રદર્શન કરવા અને ધમકી આપવા સહિતના નિવેદનો કરી રહ્યું છે. આજે સુપ્રીમમાં વકીલ મનોહર લાલ શર્મા દ્વારા સેન્સર બોર્ડ દ્વારા રજૂ કરવામાં આવેલા સર્ટીફિકેટનો વિરોધ કરતી અરજી કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજી સ્વીકારી જ નથી.
સુપ્રીમે કહ્યું છે કે, તેમણે આ ફિલ્મના પ્રતિબંધ વિશે ગઈ કાલે નિર્ણય આપી દીધો છે તેથી આ વિશે ફરી સુનાવણી કરવાનો કોઈ અર્થ નથી. નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે ચાર રાજ્યો દ્વારા ફિલ્મ પર લગાવેલા પ્રતિબંધને ગેરકાયદેસર ગણાવ્યો છે.
નવી દિલ્હીઃ દેશભરતમાં ચર્ચિત ફિલ્મ પદ્માવતને લઇને હવે વિવાદ વધી રહ્યો છે. મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો અને કોર્ટે આ અંગે મહત્વનો ચૂકાદો આપ્યો. સુપ્રીમે ફિલ્મ પદ્માવતને સમગ્ર દેશમાં એટલે કે બેન સહિતના દરેક રાજ્યોમાં રિલીઝ કરવાની મંજૂરી આપી દીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -