સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, EVMના બદલે બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ ફગાવી
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મતદાન માટે ઈવીએમ મશીનનો વિરોધ કરી રહેલાઓને મોટો ઝટકો આપી આગામી વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણી માટે બેલેટ પેપરથી મતદાન કરવવાની અરજી ફગાવી છે. ઈવીએમની જગ્યાએ બેલેટ પેપરથી મતદાન કરવાની અરજી પર સુનાવણી કરતા મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈએ કહ્યું, દરેક મશીનમાં દુરઉપયોગની સંભાવનાઓ બની રહે છે અને દરેક સિસ્ટમ પર શંકા વ્યક્ત કરી શકાય છે. તેમણે ચૂંટણીમાં મતદાન માટે બેલેટ પેપરનો ઉપયોગ કરવાની અરજી ફગાવી દિધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશમાં ઘણા રાજકીય પક્ષોએ ઈવીએમની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવ્યા છે. ગત વર્ષ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ ઈવીએમ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે વિધાનસભા ચૂંટણીમાં ભાજપના પક્ષમાં છેડછાડ કરી મત નાખવાનો આરોપ લગાવ્યો હતો.
સુપ્રીમ કોર્ટેમાં આગામી પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણીમાં ઈવીએમની જગ્યાએ બેલેટ પેપરના માધ્યમથી મતદાન કરવા સબંધી આદેશ ચૂંટણી પંચને જાહેર કરવાને લઈને અરજી દાખલ કરવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -