પદ્માવત મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સહિતના રાજ્યોને તતડાવીને શું આપ્યો આદેશ?
ભણસાલીએ સ્પષ્ટ કહ્યું છે કે, ફિલ્મમાં ખીલજી અને પદ્મિની વચ્ચે કોઈ ડ્રિમ સિકવન્સ બતાવાયા નથી. સંજયલીલા ભણસાલી પ્રોડક્શન અને વાયકોમ 18 મોશન પિક્ચર્સે રવિવારે જણાવ્યું હતું કે, ફિલ્મને સમગ્ર દુનિયામાં એક સાથે IMAX 3Dમાં રિલીઝ કરાશે. આ ફિલ્મ ત્રણ ભાષાઓ- હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ કરાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજસ્થાનમાં કરણી સેના, બીજેપી લીડર્સ અને હિન્દુવાદી સંગઠનોએ આ ફિલ્મમાં ઈતિહાસ સાથે ચેડાં કર્યા હોવાનો આરોપ લગાવ્યો છે. રાજપૂત કરણી સેનાનું માનવું છે કે, આ ફિલ્મમાં રાણી પદ્મિની અને ખિલજી વચ્ચે શૂટ કરાયેલા સીન્સથી તેમની ભાવનાઓને ઠેસ પહોંચી છે. ફિલ્મમાં રાણી પદ્મિનીને ઘુમર નૃત્ય કરતા બતાવાયા છે. જ્યારે રાજપૂત સમાજના અગ્રણીઓનું કહેવું છે કે, રાણી ઘુમર નથી કરતી.
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાની બેન્ચે કહ્યું હતું કે, રાજ્યમાં કાયદો વ્યવસ્થા જાળવવી રાજ્ય સરકારની જવાબદારી છે. તે રાજ્યોની સંવૈધાનિક જવાબદારી છે. બેન્ચે ફિલ્મ પર પ્રતિબંધ મુકવાના રાજ્યોના નોટીફિકેશનને ખોટું ગણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, આ પ્રમાણેના નોટીફિકેશનથી બંધારણની કલમ 21 પ્રમાણે મળતા અધિકારોનું હનન થાય છે. તેથી હવે રાજ્યની જવાબદારી છે કે તેઓ ફિલ્મ જોવા જનારને પૂરતી સુરક્ષા આપે.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ફિલ્મ પદ્માવત વિશે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને હરિયાણા એમ ચારેય રાજ્યોના પ્રતિબંધને નકારી દીધા છે. હવે સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત આ ચારેય રાજ્યોમાં રજૂ કરાશે. નોંધનીય છે કે, આ ચારેય રાજ્યોની સરકારે ફિલ્મને રાજ્યમાં રજૂ ન થવા માટે પ્રતિબંધ મૂક્યો હતો.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, જ્યારે સેન્સર બોર્ડ તરફથી ફિલ્મને સર્ટીફિકેટ આપી દેવાયું છે ત્યારે તેની રિલીઝને કેમ રોકાય છે તે ખબર નથી પડતી. હવે સમગ્ર દેશમાં ફિલ્મ પદ્માવતને રિલીઝ કરાશે. આ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ કરાશે. તે સાથે જ સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, આ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો મામલો છે. ફિલ્મની રિલીઝ થતા ન રોકી શકાય.
- - - - - - - - - Advertisement - - - - - - - - -