આધારને મોબાઈલ નંબર સાથે લિંક કરવા મુદ્દે સુપ્રીમ કોર્ટે કર્યો મોટો ખુલાસો, જાણીને ચોંકી જશો તમે
બેન્ચે કહ્યું કે, વાસ્તવમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એવો કોઈ આદેશ આપવામાં નથી આવ્યો, પરંતુ તમે તેનો ઉપયોગ મોબાઈલ યુઝર્સ માટે આધાર ફરજિયાત કરવા માટે હથિયાર તરીકે કર્યો. આ બેન્ચમાં ચીફ જસ્ટિસ સિવાય જસ્ટિસ એકે સિકરી, જસ્ટિસ એ.એન.ખાનવિલકર, જસ્ટિર ડી.વાય.ચંદ્રચૂર અને જસ્ટિસ એ.કે.ભૂષણ શામેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકારે 6 ફેબ્રુઆરી, 2017ના રોજ આપવામાં આવેલા તેના આદેશનો ખોટો અર્થ કાઢ્યો છે. સુપ્રીમ કોર્ટે બુધવારના રોજ મોબાઈલ ફોનને આધાર સાથે ફરજિયાત જોડવાના સરકારના નિર્ણય પર સવાલ કર્યા છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતા વાળી પાંચ ન્યાધીશોની પીઠે કહ્યું કે લોકનીતિ ફાઉન્ડેશન દ્વારા જનહિત અરજી પર તેમના આદેશમાં કહેવામાં આવ્યુ હતું કે, મોબાઈલનો ઉપયોગ કરનારા લોકોએ રાષ્ટ્ર સુરક્ષાના હિતમાં વેરિફિકેશન કરાવવું જરૂરી છે.
રાકેશ દ્વિવેદીએ કહ્યું કે, મોબાઈલ સાથે આધારને લિંક કરવાનો આદેશ ટ્રાઈની ભલામણના સંદર્ભમાં આપવામાં આવ્યો હતો. રાષ્ટ્રહિતમાં તે સુનિશ્ચિત કરવું જરુરી છે કે, સિમ કાર્ડ તેને જ આપવામાં આવ્યા છે, જેમણે તેના માટે અરજી કરી છે.
નવી દિલ્હીઃ આધાર કેસની સુનાવણી કરી રહેલી દેશની સર્વોચ્ચ અદાલતે કહ્યું કે તેમણે ક્યારેય મોબાઈલ નંબર સાથે આધાર લિંક કરવાનો આદેશ નથી આપ્યો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બુધવારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે આધરાને બેંક ખાતા સાથે જોડવું ફરજિયાત છે. આ વિશે પીએમએલએ કાયદામાં જોગવાઈ છે અને નિયંત્રિત હોવાને કારણે આરબીઆઈ આ મામલે નોટિફિકેસ જારી કરવાની કાયદાકીય જવાબદારી ધરાવે છે. આરબીઆઈએ આ વાત આધારને બેંક ખાતા સાથે જોડવા પર સ્પષ્ટતા કરતાં કહી છે. બીજી બાજુ સુપ્રીમ કોર્ટે આધારને મોબાઈલ નંબર સાથે ફરજિયાત જોડવા પર સવાલ ઉભા કર્યા છે.
UIDAI તરફથી લડી રહેલા વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદીએ પણ સ્વીકાર્યું કે, સરકારે મોબાઈલ ફોન યુઝર્સના વેરિફિકેશન માટેના સુપ્રીમ કોર્ટના આદેશને સરકારે ગંભીરતાથી લઈ લીધું છે. આના પર બેન્ચે કહ્યું કે, તમે(ટેલિકોમ વિભાગ) સેવા પ્રાપ્ત કરનારા લોકો માટે મોબાઈલ ફોન સાથે આધારને લિંક કરવાનું કઈ રીતે કહી શકો છો? લાઈસન્સ સમજૂતી સરકાર અને સર્વિસ પ્રોવાઈડર વચ્ચે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -