Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
સુપ્રીમ કોર્ટે જૂની નોટો અંગે સરકારને નોટિસ આપીને માંગ્યો શું ખુલાસો? જાણો મહત્વની વિગત
જસ્ટિસ જે એસ ખેહરની અધ્યક્ષપદ હેઠળની એક બેન્ચે આ આદેશ જારી કરતાં પિટિશનર શરદ મિશ્રાને તેની નોટિસની કોપી કેન્દ્ર અને રિઝર્વ બેન્કને જારી કરવા કહ્યું હતું. મિશ્રાની અરજીમાં આઠમી નવેમ્બર, ૨૦૧૬ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલાં પ્રવચન અને એ પછી રિઝર્વ બેન્કે જારી કરેલાં નોટિફિકેશનનો ઉલ્લેખ કરાયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ચલણમાંથી બહાર થયેલ 500 અને 1000ની નોટ 31 માર્ચ સુધી જમા કરાવવા માટે દાખલ અરજી મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રિઝર્વ બેન્ક પાસેથી જવાબો માગ્યા છે. આ મામલે શુક્રવાર સુધી જવાબ આપવાનો રહેશે.
જેમાં જણાવાયું હતું કે લોકો યોગ્ય પ્રક્રિયાનું પાલન કરીને ૩૧ ડિસેમ્બર પછી પણ રિઝર્વ બેન્કની ચોક્કસ શાખાઓમાં ૩૧ માર્ચ, ૨૦૧૭ સુધી બંધ નોટો જમા કરાવી શકશે. બેન્ચે એ દલીલ પણ ધ્યાનમાં લીધી હતી કે ભારત બહાર રહેતી વ્યક્તિઓને ૩૧ માર્ચ સુધી પ્રતિબંધિત નોટો જમા કરી શકશે તેવો રિઝર્વ બેન્કનો અંતિમ ઠરાવ વડાપ્રધાન અને રિઝર્વ બેન્કે આપેલી ખાતરીના ભંગ સમાન છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -