અયોધ્યા કેસ: સુપ્રીમ કોર્ટનો નિર્ણય, મસ્જિદમાં નમાઝનો મુદ્દો બંધારણીય બેંચ પાસે નહી મોકલવામાં આવે
સુપ્રીમ કોર્ટને અત્યારે 1994માં ઇસ્માઇલ ફારુકની અરજી આવેલા એક પોઇન્ટ ઉપર જ નિર્ણય આપવાનો છે. કોર્ટ આ પહેલા 20 જુલાઇએ આ મામલામાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો કે બંધારણીય ખંડપીઠે 1994ના નિર્ણય ઉપર ફરી વિચાર કરવાની જરૂર છે કે નહીં. કોર્ટે કહ્યું હતું કે, પહેલા એ નક્કી થશે કે બંધારણીય બેંચના 1994ના તેમના નિર્ણય ઉપર ફરીથી વિચાર કરવાની જરૂર છે કે નહીં. મસ્જીદમાં નમાઝ પઢવી ઇસ્લામનું અભિન્ન અંગ છે કે નહીં. ત્યારબાદ જ વિવાદિત જમીનના માલિકી હક અંગે વિચાર થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજસ્ટિસ અશોક ભૂષણે પોતાના ચુકાદામાં કહ્યું કે, દરેક ચુકાદો અલગ સ્થિતિમાં થાય છે. ગત ચુકાદાના સંદર્ભને સમજવો જરૂરી છે. જસ્ટિસ ભૂષણે કહ્યું કે ગત ચુકાદામાં મસ્જિદમાં નમાઝ અદા કરવાનું ઈસ્લામનો અંતરિમ ભાગ નથી તેવું કહેવાયું હતું, પરંતુ તેની સાથે અલગ એક વાત પણ જોડાયેલી છે. જસ્ટિસ ભૂષણે પોતાના અને ચીફ જસ્ટિસ દીપક મિશ્રા તરફથી કહ્યું કે આ મામલાને લાર્જર બેંચને મોકલવાની જરૂર નથી. જે 1994નો ચુકાદો હતો આપણે તેને સમજવાની જરૂર છે, જે ગત ચુકાદો હતો તે માત્ર જમીન અધિગ્રહણ મુજબ જ અપાયો હતો.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે એક મહત્વનો નિર્ણય સંભળાવતા કહ્યું, મસ્જિદમાં નમાઝનો મુદ્દો બંધારણીય બેંચ પાસે નહી મોકલવામાં આવે. ચીફ જસ્ટિસ દિપક મિશ્રા અને જસ્ટિસ અશોક ભૂષણે કહ્યું, બંધારણીય બેંચને આ મામલો મોકલવો જરૂરી નથી. મસ્જિદમાં નમાઝ પઢવા અંગેનો કેસ મોટી બેચમાં મોકલવાનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર કરી દીધો છે. હવે આ કેસની 29 ઓક્ટોબર 2018ના રોજથી અયોધ્યા જમીન વિવાદ કેસની સુનાવણી હાથ ધરાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -