Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ગૌરક્ષાને નામે થતી ભીડ હિંસા અંગે સંસદ કાયદો બનાવેઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી: દેશભરમાં ટોળાની હિંસાની રોકવાના કેસમાં આજે સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ જાતે કાયદો હાથમાં લઈ શકે નહીં. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સરકાર હિંસા માટે મંજૂરી આપી શકે નહીં. હિંસાને રોકવા માટે સંસદ કાયદો બનાવે. આ સાથે જ કોર્ટે રાજ્યની સરકારોને કહ્યું ટોળાની હિંસા રોકવાની તેમની જવાબદારી છે. તેઓ પીડિતોને યોગ્ય વળતર ચુકવે. કોર્ટે કહ્યું 20 ઓગષ્ટએ અમે આગળની કાર્યવાહી પર સમીક્ષા કરીશું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅત્રે ઉલ્લેખનીય છે કે ગૌરક્ષાને નામે થતી ટોળા હિંસા પર રોક લગાવવાના સંદર્ભમાં ગાઈડ લાઈન્સ જારી કરવા માટે દાદ માગતી એક પિટિશન સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ અગાઉ પિટિશન પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની જવાબદારી છે કે તે આ પ્રકારની ટોળા હિંસાને રોકે આ માત્ર કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન નથી, પરંતુ ગૌરક્ષાના નામે થતી ટોળા હિંસા એ એક ક્રાઈમ છે.
દેશમાં ટોળાંને હિંસા માટે મંજૂરી આપી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને કડક આદેશ કરતાં જણાવ્યું હતું કે તેઓ બંધારણ મુજબ કાર્ય કરે. સાથે જ રાજ્ય સરકારને મોબ લિન્ચિંગ રોકવા સંબંધિત ગાઈડ લાઈન્સનો ચાર અઠવાડિયાંમાં અમલ કરવા આદેશ જારી કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -