સગીરા પર બળાત્કાર કેસમાં આસારામ માટે 29 જાન્યુઆરી છે કેમ મહત્વની, શું થશે સુપ્રિમ કોર્ટમાં, જાણો વિગત
અગાઉની સુનાવણી દરમિયાન કોર્ટે આસારામ વિરુદ્ધ ધીમી સુનાવણી થઈ રહી હોવા અંગે સવાલ ઉઠાવ્યા હતા અને ગુજરાત સરકારને પૂછ્યું હતું કે આ મામલે સુનાવણીમાં કેમ વિલંબ થઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટે એવું પણ પૂછ્યું હતું કે આ મામલે પિડીતાના નિવેદન કેમ લેવામાં નથી આવી રહ્યા. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને સોગંદનામું રજૂ કરીને કેસની સ્થિતિ અંગે ખુલાસો કરવા આદેશ કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆસારામ તરફે કોર્ટમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે તેમની ઉંમર વધી રહી છે અને સ્વાસ્થ્યની અનેક સમસ્યાઓથી તેઓ પીડાઈ રહ્યા છે. આ સ્થિતિમાં તેમની જામીન અરજી પર ઝડપથી સુનાવણી કરવામાં આવે.
22 મહત્ત્વના સાક્ષીઓને તપાસવામાં આવ્યા છે. જેમાંથી 14ને પડતા મુકાયા છે. જ્યારે હજી 90ને તપાસવાના છે અને 29મીએ પિડીતાની જુબાની લેવામાં આવશે.
સુપ્રીમે 15 જાન્યુઆરીએ નીચલી અદાલતમાં કેસની શું સ્થિતિ છે? તે અંગે વિગત માગતા ગુજરાત સરકારને વિગતો સાથે જવાબ રજૂ કરવા જણાવ્યું હતું. આસારામના વકીલે જણાવ્યું હતું કે આ કેસમાં 92 સાક્ષીઓ છે.
ત્યાર બાદમાં અરજી રદ્દ ન કરતા પિડીતાની જુબાની નીચલી અદાલતમાં લેવાઈ ગયા બાદ જ જામીન અરજીની સુનાવણી કરવી જેથી પિડીતા કે તેમના સગા અથવા સાક્ષીઓ પર કોઈ પ્રકારના દબાણની શક્યતા ન રહે.
સુપ્રીમનું વલણ આ મામલે એવું રહ્યું છે કે પિડીતાની નીચલી અદાલતમાં જુબાની લેવાઈ ગયા બાદ તેમની જામીન અરજીની સુનાવણી કરવામાં આવશે. સુપ્રીમના ન્યાયમૂર્તિઓ એન.વી. રામન્ના અને એ.એમ. સાપ્રેની ખંડપીઠે પ્રથમ તો પિડીતાઓની જુબાની લેવાઈ જાય ત્યાં સુધી અરજી રદ્દ કરવાનું વિચાર્યું હતું.
નવી દિલ્હી: આસારામ સામેના બળાત્કારના કેસની પિડીતાની જુબાની 29મી જાન્યુઆરીથી લેવામાં આવશે, તેમ ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું. આસારામે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી છે. કોર્ટે 9 સપ્તાહથી તેની સુનાવણી મુલતવી રાખી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -