સુષમા સ્વરાજે કહ્યું-પુરૂષો શીખે ઘરના કામ, તેમના પતિએ ટ્વિટર પર આપ્યો આવો જવાબ
તેમણે આ ઘટના અંગેના ન્યૂઝ રિપોર્ટને ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘આવનારો સમય ખરાબ જ હશે.’ જો કે આ વાત તેમણે મજાકમાં કહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિદેશ મંત્રી સુષમા સ્વરાજ પોતાની અલગ કાર્યશૈલી માટે જાણીતા છે. ટ્વિટર પર તેઓ ઘણા એક્ટિવ છે. અનેક લોકો કે જેમને પાસપોર્ટ-વિઝા માટે મુશ્કેલી પડે કે વિદેશમાં ક્યાંય અટવાયેલા ભારતીયોને તેમણે ટ્વિટર પર ઝડપી સંપર્ક કરી મદદ કરી છે. જો ક્યારેક જો તેમને ટ્રોલ કરવામાં આવે તો તે બરાબર જવાબ પણ આપે છે. જો કે આ વખતે સુષમા સ્વરાજે ભારતીય પુરૂષોને ખાસ સલાહ આપી છે. તેઓ દેશના ટોચના મહિલા રાજકારણીમાંથી એક છે માટે તેમને મહિલાઓ માટેની નેશનલ પોલિસીમાં બદલાવના સલાહ માટે બોલાવવામાં આવ્યા હતા. છેલ્લા 16 વર્ષમાં પહેલી વાર આ પોલિસી રિવાઈઝ કરવામાં આવશે.
આ મીટિંગમાં તેમણે મંત્રીઓને પુરૂષો ઘરમાં મદદરૂપ થાય અને ઘરના કામ કરતા થાય તે માટે નેશનલ પોલિસી ઘડવાની સલાહ આપી છે. જેથી મહિલાઓને મદદ મળી શકે અને મુશ્કેલીઓ ઓછી થાય. સુષ્મા સ્વરાજે સલાહ આપી છે કે પુરૂષોને હોમ સાયંસ શીખવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ અને મહિલાઓને માર્શલ આર્ટ્સની ટ્રેનિંગ મળવી જોઈએ. જેથી સમાજમાં ચાલી આવતી રૂઢિગત માન્યતાઓને તોડી શકાય.
જો કે સુષમા સ્વરાજના પતિ સ્વરાજ કૌશલે ટ્વિટર પર આ સલાહનો હળવી શૈલીમાં જવાબ આપ્યો છે.
તેમણે ઉમેર્યું કે, અત્યારે મહિલાઓ અને પુરૂષો બંને કામ કરે છે પણ મહિલાઓ પર કામનો બોજો વધારે હોય છે. ઉલ્લેખનીય છે કે સુષમા સ્વરાજ પાર્ટીની જવાબદારીઓ, ઘરનું કામ અને બાળકોના ઉછેરની જવાબદારી સાથે નિભાવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -