4 વર્ષ પહેલા લાપતા થયેલા 39 ભારતીયોને ISISએ મારી નાંખ્યા છે, સુષ્માએ સંસદમાં આપી માહિતી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુષ્માએ જણાવ્યું કે વીકે સિંહ ઇરાક જશે, બધા મૃતદેહોને લાવવામાં આવશે. સૌથી પહેલા જહાજ અમૃતસર જશે અને ત્યારબાદ પટના, પશ્ચિમ બંગાળ જશે. સુષ્માએ રાજ્યસભામાં માહિતી આપી કે ડીપ પેનિટ્રેશન રડાર દ્વારા બૉડીને જોવામાં આવી હતી, તે બાદ બધા મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં કેટલીક નિશાનીઓ મળી હતી અને ડીએનએની તપાસ બાદ સ્પષ્ટતા થઇ છે. વિદેશ મંત્રીએ જણાવ્યું કે 3 વર્ષો સુધી આ શોધ ચાલી રહી હતી.
અમે પહાડોનું ખોદકામ કર્યા બાદ મૃતદેહોને બહાર કાઢ્યા હતા, જનરલ વીકે સિંહ ત્યાં ગયા અને બધા સબુતોને શોધવા માટે મહેનત કરી હતી. તેમને કહ્યું કે સૌથી પહેલા સંદિપ નામના વ્યક્તિનો ડીએનએ મેચ કરવામાં આવ્યો હતો.
સુષ્માએ વધુમાં જણાવ્યું કે, જે હરજીત મસીહાની સ્ટૉરી હતી, તે સાચી ન હતી. જે 39 મૃતદેહો મળ્યા છે તેમાંથી 38ના ડીએનએ મેચ કરવામાં આવ્યા છે. જ્યારે 39માં મૃતદેહની તપાસ ચાલી રહી છે.
નવી દિલ્હીઃ ચાર વર્ષ પહેલા ઇરાકના મોસૂલમાં લાપતા થયેલા 39 ભારતીય માર્યા ગયા છે, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આ અંગેની માહિતી આજે રાજ્યસભામાં આપી છે. સુષ્મા સ્વરાજે જણાવ્યું કે બધા ભારતીયોને ISISએ મારી નાંખ્યા, ત્યારબાદ તેમના મૃતદેહોને બગદાદ મોકલી દેવામાં આવ્યા હતા. અમે DNA સેમ્પલ દ્વારા બધા મૃતદેહોની તપાસ કરાવડાવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -