સોનિયા ગાંધીનો રોલ કરશે આ હોટ જર્મન હીરોઈન, આમિર સાથે કરી ચૂકી છે કામ ? જાણો વિગત
આ ઉપરાંત પ્રણવ મુખર્જી, નટવર સિંહ, પીવી નરસિમ્હા રાવ, શિવરાજ પાટિલ, અર્જુન સિંહ, ઉમા ભારતી અને માયાવતી જેવા પોલિટિકલ લીડર્સના રોલ નિભાવવા માટે એક્ટર્સને ફાઇનલ કરવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુઝેન બર્નેટનો અશોકા સિરિયલના રોલની ઘણી પ્રશંસા થઈ હતી.
ઇકોનોમિક ટાઇમ્સ સાથે વાતચીતમાં સુનીલ બોહરાએ જણાવ્યું કે, તે ન માત્ર સોનિયા ગાંધીના લુકમાં જોવા મળે છે પરંતુ તેની ડાયલોગ ડિલિવરી પણ મળતી આવે છે. તેનું ઓડિશન ઘણું પ્રેરક હતું.આ પહેલા બોહરાએ 2012માં આવેલી ફિલ્મ શાહિદ અને 2012માં આવેલી ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુરને પ્રોડ્યુસ કરી હતી.
બર્નેટ પહેલા પણ સોનિયા ગાંધીનો રોલ કરી ચૂકી છે. શેખર કપૂર દ્વાર હોસ્ટ કરવામાં આવેલી ઈન્ડિયન ટીવી સીરિઝ ‘પ્રધાનમંત્રી’માં તેણે સોનિયા ગાંધીનો રોલ કર્યો હતો. બર્નેટ અનેક ભારતીય ફિલ્મો અને ટીવી સીરિયલ્સમાં કામ કરી ચૂકી છે. જેમાં 2007માં આવેલી ફિલ્મ ‘હનીમૂન ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ’ અને તાજેતરમાં આવેલી ફિલ્મ ‘બિન કુછ કહે’ સામેલ છે. આમિર ખાન સાથે પણ બર્નેટ કામ કર્યું છે. આ ઉપરાંત ‘અશોકા સિરિયલમાં પણ તેણે રોલ કર્યો છે.
ફિલ્મમાં બે ભારતીય એક્ટર્સને કોંગ્રેસ પ્રેસિડેન્ટ રાહુલ ગાંધી અને તેની બહેન પ્રિયંકા ગાંધીનો રોલ કરવા માટે શોર્ટલિસ્ટ કર્યા છે. 140થી વધારે સ્ટારકાસ્ટવાળી આ ફિલ્મમાં વિનોદ મહેતા, સીતારામ યેચુરી, એ રાજા, એપીજે કલામ, લાલુ યાદવ, સુષમા સ્વરાજ, અમર સિંહ, કપિલ સિબ્બલ, જ્યોતિ બસુના પાત્રો પણ જોવા મળશે.
સુઝેન બર્નેટ ફેબ્રુઆરી 2017માં અમદાવાદ આવી ત્યારે રિવરફ્રન્ટ પર લટાર મારી હતી.
મુંબઈઃ પોલિટિકલ ફિલ્મ ધે એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરમાં સોનિયા ગાંધીનું કેરેક્ટર જર્મન એક્ટ્રેસ નિભાવશે. આ પહેલા એક ઇટાલિયન આર્ટિસ્ટની પસંદગી કરવામાં આવી હતી. પરંતુ સુઝેન બર્નેટનું ઓડિશન જોયા બાદ સોનિયા ગાંધીના રોલ માટે તેને પસંદ કરવામાં આવી હોવાનું ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલમાં જણાવાયું છે.
મે મહિના સુધી ફિલ્મનું શુટિંગ લંડનમાં પૂરું કરી દેવામાં આવશે અને 2019માં યોજાનારી લોકસભા ચૂંટણીના થોડા દિવસો પહેલા રિલીઝ કરવામાં આવી શકે છે. ફિલ્મનું 80 ટકાથી વધારે શૂટિંગ લંડનમાં કરવામાં આવશે.
સંજય બારૂ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના મે 2004થી 2008 સુધી મીડિયા એડવાઇઝર હતા અને તેમણે 2014 લોકસભા ચૂંટણી વખતે તેમની બુક રિલીઝ કરી હતી.
બર્નેટના માત્ર એક સેલ્ફ રેકોર્ડેડ ઓડિશને મૂવી મેકર્સનું ધ્યાન તેમના તરફ ખેંચ્યું હતું. આ ફિલ્મ અંગે ખબર પડવાની સાથે જ બર્નેટ તેના મોબાઇલ પર ઓડિશન રેકોર્ડ કર્યું અને તેને પ્રોડ્યુસર સુનીલ બોહરા તથા ડાયરેક્ટર વિજય પાસે મોકલી દીધું.
સંજય બારૂના વિવાદિત પુસ્તક ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરઃ ધ મેકિંગ એન્ડ એનમેકિંગ’ ઓફ મનમોહન સિંહ પર આધારિત આ ફિલ્મમાં પૂર્વ કોંગ્રેસ પ્રેસિડેન્ટનો રોલ સુઝેન બર્નેટ (35) કરશે. બોલિવૂડ એક્ટર અનુપમ ખેર તેમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનો રોલ પ્લે કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -