ઝારખંડમાં સ્વામી અગ્નિવેશ સાથે યુવા ભાજપના કાર્યકર્તાઓએ કરી મારપીટ
આ ઘટનાની ગંભીરતાને ઘ્યાનમાં લઈ મુખ્યમંત્રી રઘુબર દાસે તપાસના આદેશ આપ્યા. હુમલાવરોએ પહેલા નારેબાજી કરતા તેમને કાળા ઝંડા દેખાડ્યા અને ત્યારબાદ તેમની સાથે મારપીટ કરી જેના કારણે તેઓ જમીન પર પડી ગયા. પોલીસે 20 હુમલાવરોની અટકાયત કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાંચી: ઝારખંડના પાકુડ જિલ્લામાં મંગળવારે સામાજિક કાર્યકર્તા સ્વામી અગ્નિવેશ પર ભારતીય જનતા યુવા મોર્ચાના સમર્થકોએ હુમલો કર્યો અને તેમની સાથે મારપીટ કરી. આ ઘટના પર પોલીસે કહ્યું સ્વામી લિટપાડામાં 195માં દમિન મહોત્સવમાં સામેલ થવા જઈ રહ્યા હતા. આ હુમલો ત્યારે થયો જ્યારે તેઓ હોટલમાંથી બહાર નિકળી રહ્યા હતા.
મળેલી જાણકારી મુજબ, અગ્નિવેશ મંગળવારે પાકુડમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેવાના હતા. આ પહેલા તેઓ જે હોટલમાં રોકાયા હતા તેની બહાર જ કેટલાક લોકોએ પિટાઈ શરૂ કરી દીધી. અગ્નિવેશે જણાવ્યું કે, ‘જેવો હું કાર્યક્રમ સ્થળની બહાર આવ્યો યુવા મોરચા અને એબીવીપીના કાર્યકરોએ કારણ વિના મારા પર હુમલો કરી દીધો. તેમણે આરોપ લગાવ્યો કે હું હિંદુઓ વિરુદ્ધ બોલી રહ્યો છું.’ તેમણે કહ્યું કે, ‘હું માનતો હતો કે ઝારખંડ એક શાંતિપૂર્ણ રાજ્ય છે, પરંતુ આ ઘટના બાદ મારા વિચાર બદલાઈ ગયા છે.’
- - - - - - - - - Advertisement - - - - - - - - -