તમિલનાડુઃ રાજ્યપાલે ગાલ પર હાથ ફેરવતાં ભડકી ઉઠી મહિલા પત્રકાર, કહ્યું- ‘અનેક વખત ચહેરો ધોયો પણ.....’
મહિલા પત્રકારે ટ્વિટ કર્યું કે, મેં મારો ચહેરો અનેક વખત ધોયો, પરંતુ હું આ હિનભાવનાથી છુટકારો નથી મેળવી શકી. રાજ્યપાલ બનવારી લાલ પુરોહિત સામે ઘણો ગુસ્સો છે. તમારી માટે આ હરકત પ્રોત્સાહનની રીત અને દાદાજી જેવું વલણ હોઈ શકે છે પરંતુ મારા માટે અયોગ્ય છે. આ અવ્યવહારિક વલણ છે. કોઈપણ અજાણી વ્યક્તિને તેની મંજૂરી વગર સ્પર્શ કરવો, ખાસ કરીને મહિલાને અયોગ્ય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યપાલે આ મુદ્દે સ્પષ્ટતા કરવા મંગળવારે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. જે દરમિયાન ઉપરોક્ત ઘટના બની હતી.
આ મામલો તમિલનાડુના અરુપ્પૂકોટ્ટઈની દેવાંગ આર્ટ કોલેજનો છે. અહીંયા એક મહિલા લેક્ચરર પર આરોપ છે કે સ્ટુડન્ટને વધારે માર્ક્સ માટે કેટલાક લોકો સાથે એડજસ્ટ કરવાની સલાહ આપી હતી. આ અંગેનો ઓડિયો પણ સામે આવ્યો હતો. જેમાં આ મહિલા લેક્ચરર રાજ્યપાલ સાથે તેના સંબંધોની વાત કરતી હતી.
મહિલા પત્રકારના કહેવા મુજબ આ ઘટના બાદ તેણે અનેક વખત મોં ધોયું, પણ આ વાતને ભુલાવી શકતી નથી.રાજ્યપાલની આ હરકતનો મહિલા પત્રકાર લક્ષ્મી સુબ્રમણ્યમે સોશિયલ મીડિયા પર વિરોધ કર્યો. તેની સાથે એક મેગેઝિનમાં આર્ટિકલ લખીને રાજ્યપાલની આ હરકતને દુઃખદ અને ખોટી ગણાવી છે.
ચેન્નાઈઃ તમિલનાડુના રાજ્યપાવ બનવારી લાલ પુરોહિત ફરી એક વખત વિવાદોમાં સપડાયા છે. ‘ડિગ્રી માટે સેક્સ’ કેસમાં આરોપી મહિલાના નિવેદન પર ઘેરાયેલા બનવારી લાલા પુરોહિતે મંગળવારે આ સંદર્ભે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. જેમાં એક મહિલા પત્રકારના સવાલનો જવાબ આપવાના બદલે પુરોહિત તેના ગાલ પર હાથ ફેરવ્યો હતો. રાજ્યપાલની આ હરકતથી તે ઘણી શોભજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -