હવે રોકડ લેવડ દેવડ પર આપવો પડશે ટેક્સ, કાર્ડ પેમેન્ટ પર ખત્મ થઈ શકે છે MDR ચાર્જ
મુખ્યમંત્રીઓની આ પેનલમાં નાયડુ ઉપરાંત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ તથા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો સમાવેશ છે. આ પેનલે લોકોને તથા વેપારીઓને પ્રોત્સાહિત કરીને આધાર એનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ લાગુ કરવાની ભલામણ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુખ્યમંત્રીઓની પેનલના પ્રતિનિધિ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ આ અંગેનો રિપોર્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સુપરત કર્યો હતો. આ પેનલે કહ્યું છે કે સરકારી કંપનીઓને કરવામાં આવતા તમામ ડિજિટલ પેમેન્ટ પર ખૂબ જ ઓછો અથવા ઝીરો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ(MDR) લાગુ કરવો જોઈએ. બીજી તરફ મોટા કેશ ટ્રાન્ઝેક્શન પર અંકુશ માટે ટેક્સ લાગુ કરવો જોઈએ.
ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે મુખ્યમંત્રીઓની પેનલે ૫૦,૦૦૦ રૂપિયા કે તેથી વધુના ઉપાડ પર કેશ ટ્રાન્ઝેક્શન ટેક્સ લાગુ કરવાની ભલામણ કરી છે. આ ઉપરાંત સ્માર્ટ ફોન માટે જેમને ટેક્સ ભરવાનો થતો નથી તેવા નાગરિકો અને નાના વેપારીઓને ૧૦૦૦ રૂપિયાની સબસિડી આપવાની પણ ભલામણ કરી છે.
નવી દિલ્હીઃ નોટબંધી બાદ દેશમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે ભલામણ કરવા માટે બનેલ મુખ્યમંત્રીઓની પેનલે પોતાનો વચગાળાનો રિપોર્ટ સરકારને સોંપી દીધો છે. પેનલના અધ્યક્ષ અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂએ મંગળવારે કહ્યું કે, રોકડ લેવડ દેવડને હતોસ્હાતિ કરવા અને ડિજિટલ લેવડ દેવડનો ખર્ચ ઘટાડવા ડિજિટલ પેમેન્ટની સફળતા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -