કર્ણાટકનાં ગ્લેમરસ કોંગ્રેસી મહિલા નેતા મંત્રીને ત્યા રેડમાં મળી 162 કરોડની બેહિસાબી સંપત્તિ, જાણો કોણે છે આ નેતા?
જ્યારે જારખીહોલીની જેમ કર્ણાટક પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ લક્ષ્મી હેબ્બલકરના ભાઇ ચન્નારાજ બી.હટ્ટીહોલીના ખાતામાં લગભગ રૂપિયા ૧૧ કરોડ અને માતા ગિરીજા હટ્ટીહોલીના ખાતામાં રૂપિયા રપ.પ કરોડ જમા થયાના પુરાવા મળ્યા છે. આ ઉપરાંત કંપનીએ ઇટેક એન્જિનિયરિંગ કોર્પો.ના ખાતામાં પણ રૂપિયા ૧૦.પ કરોડ જમા કરાવ્યા હતા. આ પૈસા કયાંથી આવ્યા તે અંગે કોઇ પણ યોગ્ય ખુલાસો કરી શકયા નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇન્કમટેક્સ વિભાગના ઉચ્ચ સત્તાધારી સૂત્રોના જણાવ્યા અનુસાર રમેશ જારખીહોલી સૌભાગ્ય શુગર લિ. નામની કંપનીના મુખ્ય પ્રમોટર અને ડાયરેક્ટર છે. તેમના ભાઇની પણ તેમાં ભાગીદારી છે. ઇન્કમટેક્સના દરોડામાં સૌભાગ્ય લક્ષ્મી શુગરમાં રૂપિયા ૧૧પ કરોડનું કાળું નાણું જાહેર થયું છે. કંપનીમાં કેટલાય બેનામી રોકાણકારો મારફતે કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હોવાના પુરાવા મળ્યા છે. દરોડા દરમિયાન કંપનીના સ્થળો પરથી રૂપિયા ર૧ લાખ રોકડા, ૧ર કિલોગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસનાં મહિલા અધ્યક્ષ લક્ષ્મી રેડ બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તેમની સાથે કોઈ સંપર્ક સાધી શકાતો નથી. આવકવેરા વિભાગે કહ્યું કે આ કાર્યવાહી દરમિયાન 41 લાખ રોકડ, 12.6 કીલો સોનું અને અન્ય ઘરેણા મળી આવ્યા છે. જેની કુલ કિંમત 162.06 કરોડ થવા જાય છે.
તેમણે કહ્યું કે જ્યારે આવકવેરા વિભાગના અધિકારી મારે ત્યાં આવ્યા ત્યારે અમે તેમને સહયોગ આપ્યો હતો. તેમજ ભવિષ્યમાં પણ તપાસ દરમિયાન આપીશું, પરંતુ આ મને ખોટી રીતે ફસાવી દેવાનું કાવતરું દેખાઈ રહ્યું છે. તેમણે ભાજપ પર કોંગ્રેસી નેતાઓને ટાર્ગેટ કરવાનું કાવતરૂં રચવાનો આક્ષેપ મૂક્યો.
લક્ષ્મી હેબ્બાલકર કર્ણાટકનાં ગ્લેમરસ રાજકારણી મનાય છે અને કર્ણાટકના મુખ્યમંત્રી સિધ્ધારામૈયાની નિકટતા અત્યંત જાણીતી છે. આ રેડ બાદ પ્રતિક્રિયા આપતા પ્રધાન જારખિહોલીએ કહ્યું કે, તેમણે કંઈ ખોટું નથી કર્યું, આવકવેરા વિભાગની રેડ તેમની વિરૂદ્ધ રાજકીય કાવતરું છે.
આવકવેરા વિભાગે અધિકારીઓએ કહ્યું કે, કર્ણાટકના ગોકાક તથા બેલગામ ખાતે પ્રધાન રમેશ એલ. જારખિહોલી અને મહિલા કોંગ્રેસ પ્રમુખ લક્ષ્મી હેબ્બાલકરના ઠેકાણા પર કરવામાં આવેલી તપાસ દરમિયાન મોટી માત્રામાં બેનામી મિલકત ઉપરાંત બેહિસાબી રોકડ સહિતની સંપત્તિ પણ મળી આવી છે.
બેંગલુરુઃ આવકવેરા વિભાગે કર્ણાટકના એક પ્રધાન અને મહિલા કોંગ્રેસ પ્રમુખના પરિસરો પર રેડ દરમિયાન 162 કરોડ રૂપિયાથી વધારેનું કાળુનાણું બહાર આવ્યું છે. આવકવેરા વિભાગની રેડમાં 41 લાખ રૂપિયાની રોકડ ઉપરાંત સોનું અને આભૂષણ જપ્ત કરવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -