GST રેટ આજથી લાગૂ: જાણો કઈ-કઈ પ્રોડક્ટ્સ થઈ સસ્તી
આ બેઠકમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેમાં 1) સેનિટરી નેપ્કિન, 2) પથ્થર, 3) માર્બલ અથવા લાડકાની મૂર્તિઓ, 4) કિંમતી ધાતૂ વિનાની રાખડી, 5) ઝાડૂ બનાવવાનાં રો મટીરિયલ, 6) આરબીઆઈ અથવા સરકાર દ્વારા જારી કરાંતા સ્મૃતિચિહ્નરૂપ સિક્કા, 7) સાલનાં પાંદડાં અને ફોર્ટિફાઈડ મિલ્કને જીએસટીમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App1000 રૂપિયા સુધીના બુટ પર 5 ટકા, 68 સેમી સુધીનું ટીવી, ફ્રિજ, એસી, વોશિંગ મશીન, મિક્સર-ગ્રાઇન્ડર-જ્યુસર, વોટર કુલર, વોટર હિટર, શેવર, લીથિયમ, આયરન બેટરી, હેન્ડલુમની કાર્પેટ, વણાયેલી ટોપીઓ, સેન્ટ, પરફ્યૂમ, પેઈન્ટ પર 18 ટકા જીએસટી લાગશે. એથેનોલ પર GST 18% ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.
સેનિટરી નેપકીન પર 12 ટકા જીએસટી હતી જેને હટાવી ટેક્સ ફ્રી કરવામાં આવી છે. સાનું-ચાંદી વગરની રાખડીઓ, માર્બલ અથવા લાકડામાંથી બનતી મૂર્તીઓ, હેન્ડીક્રાફ્ટ સાથે સંકળાયેલ વસ્તુઓને ટેક્સ ફ્રી જેવી વસ્તુઓને પણ ટેક્સ ફ્રી કરવામાં આવી છે.
નવી દિલ્હી: જીએસટી કાઉન્સિલે 21 જુલાઇના રોજ 88 વસ્તુઓ અને સેવાઓ પર ટેક્સરેટમાં જે ઘટાડો કર્યો હતો તેનો અમલ આજથી થશે. સામાન્ય લોકોને રાહત આપતા જીએસટી કાઉન્સિલ દ્વારા ફ્રિજ, ટીવી, એસી, વોશિંગ મશીન જેવી 17 કંજ્યુમર ડ્યુરેબલ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પર ટેક્સ 28 ટકાથી ઘટાડી 18 ટકા કરવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -