5 લાખ સુધીની આવક પર ઝીરો ટેક્સ? આ રીતે સમજો આખું ગણિત?
આ ઉપરાંત બચત ખાતામાં રૂપિયા 10,000નું વ્યાજ વેરામુક્ત કર્યું છે. બીજી તરફ બેન્ક કે પોસ્ટ ઓફિસમાં સિનિયર સિટિઝને મૂકેલી ડિપોઝિટ પર રૂપિયા 50,000 સુધીનું વ્યાજ કલમ 80 ટીટીબી હેઠળ કરમુક્ત બનાવવામાં આવ્યું છે. તેથી સિનિયર સિટીઝનની રૂપિયા 10.60 લાખ સુધીની આવક કરમુક્ત બની શકશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે આ કરદાતાએ આવકવેરાની કલમ 80 સી હેઠળ રૂપિયા 1.5 લાખનું રોકાણ કરેલું હોવું જરૂરી છે. તેમ જ કલમ 80 સીસીડી હેઠળ પેન્શન પ્લાનમાં રૂપિયા 50,000નું રોકાણ કર્યુ હોવું જરૂરી છે. તેમ જ મેડિક્લેઈમ માટે કલમ 80 ડી હેઠળ નોર્મલ વ્યક્તિએ રૂપિયા 25000 અને સિનિયર સિટીઝને રૂપિયા 50,000નું પ્રીમિયમ ભરેલું હોવું જરૂરી છે.
કેન્દ્ર સરકારે મત મેળવવાની ગણતરી સાથે રજૂ કરેલા બજેટમાં નોકરિયાતોને તથા નાની આવક ધરાવતા 50 ટકાથી વધુ કરદાતાઓને લહાણી કરી છે. તેને પરિણામે વાષક રૂપિયા 9,85 લાખની આવક ધરાવનારા સામાન્ય કરદાતાઓએ હોમ લોન લીધી હશે અને તેમના હપ્તા ચાલુ હશે તો તેમણે કોઈપણ જાતનો આવકવેરો ભરવો પડશે નહીં.
2019-20ના વર્ષના લેખાનુદાન બજેટમાં કરવામાં આવેલી આ જોગવાઈને પરિણામે સરકારની આવકમાં રૂપિયા 18,500 કરોડનો ઘટાડો થશે. તેની સાથે જ કરદાતાઓની સંખ્યામાં અંદાજે 2,75 કરોડથી ૩ કરોડનો ઘટાડો થશે. આ તમામ કરદાતાઓએ તેમના રિટર્ન તો ફાઈલ ફરજિયાત કરવા પડશે.
નવી દિલ્હી: નોકરિયાતો અને નાના પગારદારોની રૂપિયા 5 લાખ સુધીની આવક હશે તો તેમણે એક પણ રૂપિયો ટેક્સ તરીકે ચૂકવવો પડશે નહીં. જોકે વેરામુક્ત આવકની રૂપિયા 2.5 લાખની મર્યાદા દૂર કરીને રૂપિયા 5 લાખ કરવામાં આવી નથી. તેથી કરદાતાની આવક રૂપિયા 5 લાખથી રૂપિયા 1000 કે રૂપિયા 1000 પણ ઉપર જશે તો તેને રૂપિયા 2.5 લાખથી રૂપિયા 5 લાખની આવક પર મળતું રૂપિયા 12,500નું રિબેટ ગુમાવવું પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -