રિઝર્વ બેન્કનો નવો ફતવો, ગરીબ જનધન ખાતાધારકોની ઉંઘ થશે હરામ, જાણો
જનધન ખાતામાં બ્લેકમની જમા કરાવીને વ્હાઇટ કરાવતા લોકો પણ મુશ્કેલીમાં મુકાઇ શકે છે. રિઝર્વ બેંકની નવી ગાઇડલાઇને જનધન ખાતેદારોના નામે જારી થયેલા એટીએમ કાર્ડ પણ બ્લોક કરી દીધા છે. રિઝર્વ બેંકે તમામ શહેરોની બેન્કોને નવા નિર્દેશો મોકલી આ નિયમથી અન્ય બેન્કોને પણ વાકેફ કરવા જણાવ્યુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએસબીઆઇના મેનેજરના કહેવા મુજબ રિઝર્વ બેંકનો આદેશ મળી ગયો છે. આજથી જનધન ખાતા સહિત નાની બચતના ખાતામાં જૂની નોટ જમા થઇ નહી શકે. રિઝર્વ બેંકના નવા આદેશોએ જનધન ખાતેદારોની ઉંઘ હરામ કરી દીધી છે.
રિઝર્વ બેન્કે તમામ સ્મોલ સેવીંગ ખાતાઓમાં પ૦૦ અને ૧૦૦૦ની નોટ જમા કરવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવાયો છે. આ ખાતામાં જનધન ખાતા, નાની બચત ખાતા, બેન્કીંગ કોરસપોન્ડસ ખાતા (બીસી)નો સમાવેશ થાય છે. આજથી આ ખાતાઓમાં પ૦૦ અને ૧૦૦૦ની નોટ જમા નહી થઇ શકે. આ ખાતા ધારકો પાસે જો જૂની નોટ હશે તો તેઓએ બેન્કમાં બદલવી પડશે. સાથોસાથ અત્યાર સુધી આ ખાતાઓમાં જમા થયેલા પૈસાની કુંડળી પણ તપાસવામાં આવશે. પૈસા જમા કરવા ઉપર પ્રતિબંધને કારણે તપાસમાં સુવિધા રહેશે.
સરકારને આશંકા છે કે આ ખાતાઓમાં કાળુ નાણુ જમા કરવામાં આવી રહ્યું છે. નેતાઓ, બ્યુરોક્રેટસ, ઉદ્યોગપતિઓ જનધન ખાતાવાળા લોકોના ખાતામાં પૈસા જમા કરાવી પોતાના બ્લેકમનીને વ્હાઇટ કરાવી રહ્યા છે. પ્રારંભિક તપાસમાં કેટલાક તથ્યો સામે આવ્યા છે જે જોતા રિઝર્વ બેંકે આ પગલુ લીધુ છે.
જનધન ખાતામાં અચાનક જમા થઇ રહેલા રૂપિયા બાદ સરકાર એલર્ટ થઇ ગઇ છે. સરકારે આ સંબંધમાં આઇબી અને આયકર વિભાગને તપાસના આદેશ આપ્યા છે. આયકર વિભાગે બેન્કો પાસેથી જનધન ખાતામાં જમા થઇ રહેલા રૂપિયાનો રેકોર્ડ પણ મંગાવ્યો છે.
નવી દિલ્લીઃ મોદી સરકાર દ્ધારા 1000 અને 500ની જૂની નોટ પર પ્રતિબંધ લગાવ્યા બાદ બ્લેકમની ધરાવતા લોકો પોતાની પાસે રહેલા બ્લેક રૂપિયાને વ્હાઇટ કરવામાં લાગી ગયા છે. આ માટે તેઓ અનેક યુક્તિઓ પર અજમાવી રહ્યા છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતું કે, બ્લેક મનીને વ્હાઇટ કરવા માટે જનધન ખાતાનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ રિપોર્ટ બાદ સરકાર સફાળી જાગી ગઇ છે. આ સંબંધમાં રિઝર્વ બેન્કે તમામ જનધન, નાની બચત અને બીસી એકાઉન્ટમાં પ૦૦ અને ૧૦૦૦ની નોટ જમા કરવા ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો છે. આ પ્રતિબંધ આજની અમલી બની ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -