અવિશ્વાસના પ્રસ્તાવની ચર્ચામાં TDP સાંસદે કર્યો પોતાના સુપરસ્ટાર સાળાની ફિલ્મનો પ્રચાર, જાણો શું હતી આ ફિલ્મની સ્ટોરી?
‘ભારત અને નેનુ’ ફિલ્મમાં સુપરસ્ટાર મહેશ બાબૂએ મુખ્ય અભિનેતા તરીકે કામ કર્યું છે. આ ફિલ્મ 2018માં જ રીલિઝ થઈ હતી. ‘ભારત અને નેનુ’ ફિલ્મે માત્ર બે જ દિવસમાં 100 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી. પોલિટિકલ થ્રિલર ‘ભારત અને નેનુ’ ફિલ્મના ડાયરેક્ટર કોર્ટલા શિવાની સાથે મહેશ બાબૂની આ બીજી ફિલ્મ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ 2019 લોકસભા ચૂંટણી પહેલા આજે મોદી સરકારની અગ્નિપરીક્ષા છે. સરકાર વિરૂદ્ધ વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે લોકસભામાં ચર્ચા કરવામાં આવી રહી છે. જેમાં TDP તરફથી સાસંદ ગલ્લા જયદેવે અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા શરૂ કરી હતી. જેમાં પ્રસ્તાવની ચર્ચા શરૂ કરતાની સાથે જ ગલ્લા જયદેવે પોતાના સાળાની ફિલ્મ ‘ભારત અને નેનુ’નો પ્રચાર કર્યો હતો.
તેને જાણવા મળે છે તેના પિતાનું મોત હોસ્પિટલમાં સ્ટોકના કારણે થયું હતું. બાદમાં તે હૈદરાબાદ ઘરે પાછો આવે છે અને ભૂતકાળને યાદ કરે છે. ભારત રામના પિતાનું મોત થયા બાદ તે રાજકારણમાં ઝંપલાવે છે.
ભારત રામ (મહેશ બાબુ) ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી પોતાની પાંચમી ડિગ્રી સાથે સ્નાતક અને જ્ઞાન માટે ઉત્સાહી હોશિયાર પરંતુ ચંચળ વિદ્યાર્થી છે. ભારત તેના અંકલના ઘરે આવે છે. ભારતના પિતા રાઘવ રાજુ (આર.શરદકુમાર) આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી હતા.
ફિલ્મ ‘ભારત અને નેનુ’માં મહેશ બાબૂ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં એક યુવા ગ્રેજ્યુએટની યાત્રાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે જે પોતાના રાજ્યમાં યુવાઓના અધિકારો માટે લડતા જોવા મળ્યા હતા.
‘ભારત અને નેનુ’ ફિલ્મ રાજકારણ પર આધારિત છે અને મહેશ બાબૂએ આ ફિલ્મમાં રાજકારણની ભૂમિકા નિભાવી હતી. મહેશ બાબૂ આ ફિલ્મમાં મુખ્યમંત્રીના રોલમાં જોવા મળ્યા હતાં. આ પાત્રને લોકોએ આવકારી હતી.
2018માં બનેલ ‘ભારત અને નેનુ’ ફિલ્મ એક પોલિટિક થ્રિલર ફિલ્મ પર આધારિત છે જે તુલુગ ભાષામાં રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં મહેશ બાબૂ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતાં. આ ફિલ્મે સારી કમાણી કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -