આ વ્યક્તિએ PM મોદીને મોકલ્યો 9 પૈસાનો ચેક, કારણ જાણીને ચોંકી જશો
મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે 13 પૈસા અને 9 પૈસાનો ઘટાડો થયો છે. આ પહેલા પણ સાત દિવસ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો હતો. કર્ણાટક ચૂંટણી દરમિયાન પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ન્હોતો કર્યો. પરંતુ ચૂંટણી પછી પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાના શરૂ થયા હતા. આ પ્રકારે ગત વર્ષે આંધ્ર પ્રદેશમાં રાયલસીમા વિસ્તારમાં એક ખેડૂતે હેરાન થઇને વડાપ્રધાન મોદીને જન્મદિવસ ઉપર 68 પૈસાનો ચેક મોકલ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચંદ્રૈય્યાએ જણાવ્યું કે તમે ક્રડૂની કિંમતમાં 9 પૈસાનો ઘટાડો કર્યો છે. કિંમત ઘટવાથી મારે આટલા પૈસાની બચત થઈ છે અને હવે તેને હું પીએમ રિલીફ ફંડમાં દાન કરું છું. આશા છે કે આ રકમ સારા કામમાં ઉપયોગમાં લેવામાં આવશે.
નવી દિલ્હીઃ પેટ્રોલ ડીઝલની કિંમતથી પરેશાન થઈને તંલગાણાની એક વ્યક્તિએ આ ઘટાડાનો વિરોધ કરતાં પ્રધાનમંત્રી રાહત ફંડમાં 9 પૈસાનું દાન આપ્યું છે. સિરસિલા જિલ્લાના કે. વી. ચંદ્રૈય્યાએ પ્રજા વાણી કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટરને આ ચેક સોંપ્યો છે. તેણે કહ્યું કે, ઘણાં દિવસથી પેટ્રોલ ડીઝલની કિંમતમાં રોજ વધારો કરવામાં આવી રહ્યો હતો અને હવે તેની કિંમતમાં ઘટાડો રૂપિયાને બદેલ પૈસામાં કરવામાં આવી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -