TDPએ NDA સાથે ફાડ્યો છેડો, આંધ્ર કેબિનેટમાંથી BJP અને કેન્દ્ર સરકારમાંથી TDP મંત્રીઓના રાજીનામા
ચંદ્રબાબુ નાયડૂ પહેલા પણ એનડીએથી અલગ થઈ ચૂક્યા છે. જો તેઓ કોંગ્રેસ સાથે હાથ મિલાવશે તો બીજેપી નવા વિકલ્પ પર વિચાર કરશે. નાયડૂની પાર્ટી ઉપરાંત વાઈએસઆર કોંગ્રેસ હાલ આંધ્રમાં ઘણી મજબૂત પાર્ટી છે. આ સ્થિતિમાં બીજેપી અને વાઇએસઆર 2019 માટે સાથે આવી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનાયડૂ આજે સવારે વડાપ્રધાન મોદીને મળીને તેની જાણકારી આપશે. મળતી માહિતી મુજબ આંધ્રપ્રદેશના સીએમ નાયડૂ પર બીજેપી સાથે છેડો ફાડવા માટે દબાણ હતું. જનતાની ભાવનાના કારણે તેમણે આ પગલું ભર્યું છે. ઉલ્લેખનીય છે કે હાલ અશોક ગજપતિ રાજુ પાસે વિમાન મંત્રાલય અને વાઇ એસ ચૌધરી વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય છે.
નવી દિલ્હીઃ 2019ની લોકસભા ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી સરકાર અને એનડીએને મોટો ઝટકો લાગ્યો છે. આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજજો ન મળવાથી નારાજ ચંદ્રબાબુ નાયડૂએ મોદી સરકાર સાથે છેટો ફાડી દીધો છે. આંધ્ર પ્રદેશમાં હાલ ટીડીપી સરકાર છે. 2014માં તેલંગાણા અસ્તિત્વમાં આવ્યા બાદ આંધ્રને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ થઈ રહી હતી. ટીડીપીના બે મંત્રી અશોક ગજપતિ રાજુ અને વાઇ એસ ચૌધરીએ ગુરુવારે સાંજે કેન્દ્ર સરકારમાંથી રાજીનામું આપ્યું હતું. આંધ્રપ્રદેશ કેબિનેટમાંથી ભાજપના મંત્રીઓ દ્વારા અમરાવતીમાં સીએમ ઓફિસમાં રાજીનામું સબમિટ કરાવવામાં આવ્યું હતું. બીજી તરફ આજે સવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા 18 માર્ચે આયોજિત ડિનરમાં ટીડીપીને આમંત્રણ આપવામાં આવ્યું છે.
નાયડૂએ ટ્વિટ્સ કરીને જણાવ્યું કે, તેમણે પીએમ મોદી સાથે વાત કરવાની કોશિશ કરી પરંતુ તેઓ મળી શક્યા નહોતા. નાયડૂએ તેમનો પક્ષ રાખતા જણાવ્યું કે કેન્દ્ર એકતરફી ફેંસલો લઈ રહ્યું છે અને હવે તેમની ધીરજ ખૂટી રહી છે. જ્યારે કેન્દ્રીય મંત્રીમંડળનો હિસ્સો બનવાથી ઉદ્દેશ પૂરો નથી થઈ રહ્યો ત્યારે તેનાથી અલગ થઈ જવું સારું છે. હું કોઈથી નારાજ નથી પરંતુ આંધ્રપ્રદેશના લોકોના હિતને ધ્યાનમાં રાખી આ ફેંસલો લેવામાં આવ્યો છે.
નાણામંત્રી અરૂણ જેટલીએ સ્પષ્ટ કહ્યું છે કે આંધ્રને વિશેષ રાજ્યનો દરજજો આપવો શક્ય નથી. વિશેષ રાજ્યનો અર્થ સ્પેશિયલ આર્થિક પેકેજ થાય છે. જે દરેક રાજ્યને આપવું શક્ય નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -