USની રેસ્ટોરન્ટમાં માતા બાળકને સ્તનપાન કરાવતી હતી ને અચાનક એક વ્યક્તિએ શું કહ્યું.....! જાણો વિગત
ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે, મારા મિત્રની વહુને બાળકને ફિડ કરાવતી વખતે ચહેરાને ઢાંકવાનું કહેવામાં આવ્યું અને તેણે આમ કર્યું પણ ખરું. હું તેને ક્યારેય મળ્યો નથી પરંતુ મને લાગે છે કે, તેણે સારું કર્યું હતું. આ પોસ્ટને પરમિશન પર જ શેર કરો. મેં આ પોસ્ટને પબ્લિક કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડુડલેએ ચાદર નાખી તો તેના પતિએ તેની તસવીર ખેંચી લીધી હતી. આ તસવીરને કેરોલ લોકવુડે શેર કરી હતી. આ પોસ્ટને અત્યાર સુધીમાં 72,000 લોકોએ લાઈક કરી છે અને 2,16,000 લોકોએ શેર કરી તથા 18,000 કોમેન્ટ આવી છે.
યાહુ લાઈફસ્ટાઈલના રિપોર્ટ મુજબ, ડુડલેના ચહેરાને ચાદરથી ઢાંકવાની ઘટના અચાનક સામે આવી હતી. ડુડલેએ જણાવ્યું હતું કે, હું રજાઓમાં મારા પરિવાર સાથે ફરવા ગઈ હતી અને એક વ્યક્તિએ મને ચહેરો ઢાંકી લેવાનું કહ્યું હતું. આમ તો હું સતર્ક રહું છું પરંતુ તે સમયે અમે રેસ્ટોરાંની પાછળની તરફ બેઠો હતો.
મહિલાએ તેની વાતનું માન રાખ્યું અને બાળકને સ્તનપાન કરાવતી વખતે ચહેરો ઢાંકેલો રાખ્યો. આ ઘટનાની તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી. આ સાથે જ ચહેરો ઢાંકવાનું કહેનાર વ્યક્તિને ભરપૂર ટીકા થઈ રહી છે. લોકોનો તર્ક છે કે તે મહિલા કોઈ મુસ્લિમ દેશમાં નહતી. મહિલાને ચહેરો ઢાંકવા માટે કેમ જણાવાયું? મહિલાનું નામ મેલેની ડુડલે છે. તેનું બાળક 4 માસનું છે.
ટેક્સાસ: અમેરિકાના બીજા સૌથી મોટા શહેર ટેક્સાસમાં એક અજીબો ગરીબ ઘટના સામે આવી હતી. એક રેસ્ટોરાંમાં માતા પોતાના બાળકને સ્તનપાન કરાવી રહી હતી. આ દરમિયાન ત્યાં બેઠેલા એક વ્યક્તિને આ જરાય ગમ્યું નહતું. તેણે મહિલાને ચહેરો ઢાંકી લેવા જણાવ્યું અને મહિલાએ ચાદર પોતાના ચહેરા પર નાખી દીધી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -