દિવાળી પર દિલ્હીમાં પ્રદૂષણે તોડ્યો ત્રણ વર્ષનો રેકોર્ડ, જાણો શું છે અન્ય રાજ્યની સ્થિતિ
દિલ્હી, યૂપી, હરિયાણામાં ધુમ્મસ, ઝાંકળ જોવા મળી. દેશના 20 ભાગમાં પ્રદૂષણની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. 10 સૌથી પ્રદૂષિત સ્થાનમાં 8 દિલ્હી-એનસીઆરના છે. કાનપુર અને લખનઉમાં પણ પ્રદૂષણનું ખતરનાક સ્તર જોવા મળ્યું છે. દેશના ભગમાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક સ્તરે પહોંચ્યું છે. દિવાળીની રાત્રે ઓછો ટ્રાફિક હોવા છતાં પ્રદૂષણના સ્તરમાં વધારો જોવા મળ્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિલ્હીમાં પ્રદૂષણની સૌથી વધારે અસર શાદીપુર વિસ્તારમાં નોંધાઈ છે જ્યાં હવામાં PM 2.5ની માત્રા 471 નોંધાઈ છે, જ્યારે તેનું લેવલ ઝીરોથી 50ની વચ્ચે સૌથી યોગ્ય કહેવાય છે. દેશના અન્ય ભાગમાં પણ ફટાકડાની અસર જોવા મળી છે અને દિલ્હી ઉપરાંત અન્ય શહેરોમાં પણ પ્રદૂષણનું સ્તર વધ્યું છે. ઠંડીનું પ્રમાણ વધવા અને કાર, ફેક્ટરીઓના ધુમાડાને કારણે પણ પ્રદૂષણમાં વધારો થયો છે.
નવી દિલ્હીઃ દિવાળીના દિવસે દિલ્હીમાં પ્રદૂષણની માત્રા આ વખતે વિતેલા ત્રણ વર્ષ કરતાં વધારે નોંધાઈ છે. વિતેલા 36 કલાક દરમિયાન દિલ્હીની હવામાં PM 10ની સંખ્યા 400ને પણ પાર કરી ગઈ. પ્રદૂષણની સ્થિતિ એ છે કે દેશના 10 સૌથી પ્રદૂષિત સ્થાનમાંથી 8 દિલ્હી-એનસીઆરના છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -