PM નરેન્દ્ર મોદી જ્યારે સંન્યાસ લેશે એજ દિવસે ભાજપની કઈ મહિલા નેતા રાજકારણને અલવિદા કહેશે, જાણો કોણ છે
ઉલ્લેખનીય છે કે, સ્મૃતિ ઈરાનીએ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ગઢ અમેઠીમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને પડકાર ફેંક્યો હતો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ અગામી ચૂંટણી અમેઠીમાંથી લડશે. ત્યારે તેના જવાબમાં સ્મૃતિએ કહ્યું હતું કે, આ વાતનો નિર્ણય પાર્ટી અધ્યક્ષ અમિત શાહ કરશે. તેની સાથે જ સ્મૃતિએ કહ્યું કે, 2014માં જ્યારે હું ચૂંટણી લડી રહી હતી ત્યારે તેઓ પૂછી રહ્યા હતા કે સ્મૃતિ કોણ છે. 2019માં હવે તે લોકો એ વાત જાણી ચુક્યા છે કે હું કોણ છું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્મૃતિએ કહ્યું હતું કે, જ્યારે ‘પ્રધાન સેવક’ (પીએમ) નરેન્દ્ર મોદી રાજનીતિમાંથી સંન્યાસ લેશે ત્યારે હું પણ ભારતીય રાજનીતિને અલવિદા કહી દઈશ. કેન્દ્રીય મંત્રીને પૂછવામાં આવ્યું હતું કે, તેઓ મોદી ઉપરાંત ક્યા નેતા નીચે કામ કરવા માંગે છે તો તેમણે જણાવ્યું હતું કે, શું હું અત્યારે રાજનાથ સિંહજી, નીતિન ગડકરી જેવા નેતાઓ નીચે કામ નથી કરી રહી? છેલ્લા 18 વર્ષમાં મેં સંગઠનના અનેક નેતાઓ સાથે કામ કર્યું છે. મને વાજપાયી અને અડવાણી જેવા નેતાઓ નીચે પણ કામ કરવાનો મોકો મળ્યો છે.'
મહારાષ્ટ્રના પુનામાં આયોજિત ‘વર્ડ્સ કાઉન્ટ ફેસ્ટિવલ’માં હાજર રહેલા કેન્દ્રીય મંત્રીને એક વ્યક્તિએ જ્યારે પૂછ્યૂં કે તેઓ ક્યારે ‘પ્રધાન સેવક’ (પીએમ) બનશે ત્યારે તેના જવાબમાં સ્મૃતિએ કહ્યું હતું કે, ક્યારેય નહીં. હું રાજકારણમાં સારા નેતાઓ સાથે કામ કરવા માટે આવી છું. હું આ મામલે ખૂબ જ ભાગ્યશાળી છું કે મને દિવંગત નેતા અટલ બિહાર વાજપાયી સાથે કામ કરવાનો મોકો મળ્યો છે. હવે હું નરેન્દ્ર મોદી સાથે કામ કરી રહી છું.
મુંબઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે રાજકારણમાંથી નિવૃત્તિ લેશે એ જ દિવસે હું પણ રાજકારણને અલવિદા કહી દેશે તેવું કેન્દ્રી મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું. જોકે તેમણે એવું પણ કહ્યું હતું કે, મોદી હજી અનેક વર્ષો સુધી રાજકારણમાં રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -