નોટબંધીની જાહેરાતના દિવસે RBI પાસે 500 રૂપિયાની એક પણ નવી નોટ ન હતી, જાણો કોણે કર્યો ખુલાસો
આરટીઆઈ કાર્યકર્તા અનિલ ગલગલી અનુસાર, જે જૂનો સ્ટોક હતો તેમાં અંદાજે 24 લાખ કરોડ રૂપિયાની કરન્સી ઉપલબ્ધ હતી જેમાં 500-1000 રૂપિયાની નોટોની કિંમત 21 લાખ કરોડ રૂપિયા હતી જેના કારણે લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડ્યો. રદ્દ થયેલી નોટોના બદલામાં 2000ની નવી નોટોનું મૂલ્ય 4.95 લાખ કરોડ રૂપિયા હતું. એટલે કે દોઢ મહિના પછીપણ લાંબી લાઈનો જોવા મળે છે તો તેનું કારણ અવ્યવસ્થા જ છે. આરટીઆઈથી મળેલા આંકડાથી સ્પષ્ટ થાય છે કે, અર્થવ્યવસ્થાને લઈને આટલો મોટો નિર્ણય લેતા પહેલા ન તો સમગ્ર સ્થિતિનું આકલન કરવામાં અને ન તો તેનું કોઈ સમાધાન કરવામાં આવ્યું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆરટીઆઈથી મળેલ દસ્તાવેજ અનુસાર 8 નવેમ્બરના રોજ રિઝર્વ બેંકની પાસે 10, 20, 50, 100, 500 અને 1000 રૂપિયાની કુલ 23,93,753.39 કરોડની નોટ ઉપલબ્ધ તી, જેમાં 500 રૂપિયાની એક પણ નવી નોટ રિઝર્વ બંક પાસે ન હતી.
નાણાં પ્રધાને કહ્યું કે, પૂરી તૈયારી સાથે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. નોટબંધીની જાહેરાત બાદ એક પણ દિવસ એવો નથી ગયો જે દિવસે આરબીઆઈએ બેન્કિંગ સિસ્ટમના માધ્યમથી પૂરતી રોકડની ઉપલબ્ધ ન કરાવી હોય. પરંતુ જે આંકડા આવ્યા છે તેને જોતા તો એવું લાગે છે કે નોટબંધી દરમિયાન બેંક અને એટીએમ બહાર લાંબી લાઈનો માટે આરબીઆઈ પણ જવાબદાર છે.
મુંબઈઃ નાણાં પ્રધાન અરૂણ જેટલીએ કહ્યું કે, ભારતીય રિઝર્વ બેંકની પાસે પૂરતી રોકડ છે, જે 30 ડિસેમ્બર બાદ પણ ઉપલબ્ધ રહેશે. પરંતુ શું નોટબંધીની જાહેરાતના દિવસે એટલે કે 8 નવેમ્બરના રોજ પણ આવીજ સ્થિતિ હતી? હકીકતમાં એ દિવસે નવી નોટ બંધ કરવામાં આવી તેના ચોથા ભાગની એટલે કે 24.11 ટકા જ નવી નોટ હતી. એટલું જ નહીં RTI દ્વારા મળી મળેલી જાણકારી અનુસાર તે દિવસે આરબીઆઈ પાસે 500ની એક પણ નવી નોટ ન હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -