અટલ બિહારી વાજપેયી પંચમહાભૂતમાં વિલીન, દીકરી નમિતાએ આપી મુખાગ્નિ
નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન અટલ બિહારી વાજપેયી પંચમહાભૂતમાં વિલીન થઇ ગયા છે. વાજપેયીએ ગુરુવારે સાંજે પાંચ વાગ્યાને પાંચ મિનિટમાં નવી દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. વાજપેયીને તેમની દીકરી નમિતા ભટ્ટાચાર્યએ મુખાગ્નિ આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બીજેપી અધ્યક્ષ અમિત શાહ, ગૃહમંત્રી રાજનાથ સિંહ, કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, બીજેપીના દિગ્ગજ નેતા અડવાણી, મુરલી મનોહર જોશી સહિત મોટી હસ્તીઓ હાજર રહી હતી. સૈન્યના ત્રણેય વડાઓએ વાજપેયીને સલામી આપી હતી.
ભૂટાનના રાજા, અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકાના વિદેશ મંત્રીઓ સહિત અનેક વિદેશી નેતાઓએ પણ વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી.
અટલજીના અંતિમ દર્શન માટે ગઈ કાલે મોડી રાતે સુધી અને આજે વહેલી સવારથી જ ઘરની બહાર લાંબી લાઈન જોવા મળી રહી હતી. આરએસએસ પ્રમુખ મોહન ભાગવત પણ શુક્રવારે અટલજીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. આ સિવાય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત ઘણાં નેતાઓ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.
ભારત રત્ન અને ત્રણ વખત વડાપ્રધાન રહેલા અટલ બિહારી વાજપેયીજીનો પાર્થિવ દેહ કૃષ્ણ મેનન માર્ગ પાસે આવેલા તેમના ઘરે રાખવામાં આવ્યો હતો. જોકે હવે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે બીજેપી હેડક્વાર્ટર લાવવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ પણ બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા હતા. આ ઉપરાંત બીજા નેતાઓ પણ હાજર રહ્યા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -