રાષ્ટ્રપતિપદેથી વિદાય થયા પછી પ્રણબદા રહેશે આ બંગલામાં, જાણો મળશે કેટલો પગાર અને કઈ કઈ સગવડો?
પ્રણબદાને મફત દાક્તરી સારવાર અને રેગ્યુલર ચેક-અપની સવલત મળશે. ભારતમાં ગમે ત્યાં વિના મૂલ્યે હવાઈ મુસાફરી અને રાજ્ય સરકારના મહેમાન તરીકેનો દરજ્જો મળશે. આ મુસાફરી દરમિયાન એક વ્યક્તિ તેમની સાથે રહી શકશે. હવાઈ, રેલ્વે કે બીજી મુસાફરી હાઈએસ્ટ ક્લાસમાં જ કરી શકાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રણબદાને રાષ્ટ્રપતિ તરીકે 1.50 લાખ રૂપિયા પગાર મળે છે. નિવૃત્તિ પછી તેમન તેનાથી અડધો એટલે કે 75 હજાર રૂપિયા પગાર મળશે. કેન્દ્રની યુપીએ સરકારે 2008માં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ તથા રાજ્યોના રાજ્યપાલોના પગારોમાં ધરખમ વધારો કર્યો તે પહેલાં રાષ્ટ્રપતિને માત્ર 50,000 રૂપિયા પગાર મળતો હતો.
પ્રણબદા એક પ્રાઈવેટ સેક્રેટરી, એક એડિશનલ પ્રાઈવેટ સેક્રેટરી, એક પર્સનલ આસિસ્ટન્ટ તથા બે પટાવાળા મળી પાંચ લોકોનો સ્ટાફ પોતાની ઓફિસ માટે રાખી શકશે. આ તમામનો પગાર સરકાર ચૂકવશે. આ ઉપરાંત તેમને ઓફિસ ખર્ચ પેટે દર મહિને 60 હજાર રૂપિયાની રકમ પણ સરકાર તરફથી ચૂકવાશે.
પ્રણબદાને જે ફર્નિશ્ડ બંગલો મળશે તેનું મેન્ટેનન્સ સરકારના માથે રહેશે. તેમણે કોઈ ભાડું ચૂકવવાનું નથી. આ ઉપરાંત બે ફોન મળશે. આ પૈકી એક ફોન ઈન્ચરનેટ અને બ્રોડબેન્ટ કનેક્ટિવિટી માટે હશે. એક મોબાઈલ ફોન મળસે કે જેમાં નેશનલ રોમિંગની સગવડ હશે. તેમને એક કાર મળશે અને તેના બળતણ માટે ભથ્થુ મળશે.
પ્રણબદા જે બંગલામાં રહેવાના છે તે બંગલામાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામ રહેતા હતા. કલામનું 2015માં નિધન થયું ત્યાં સુધી તે આ બંગલામાં જ રહ્યા હતા. પ્રણબદા હાલમાં બુલેટ પ્રૂફ મર્સીડીઝ બેન્ઝ કાર વાપરે છે પણ રાષ્ટ્રપતિપદ છોડ્યા પછી તેમણે આ મર્સીડિઝ બેન્ઝ કાર પણ છોડી દેવી પડશે.
પ્રણબદાને મળનારો આ બંગલો કેન્દ્ર સરકારના કેબિનેટ કક્ષાના પ્રધાનને મળતા બંગલા કરતાં લગભગ ત્રણ ગણો મોટો છે. કેન્દ્રીય કેબિનેટ પ્રધાનને 4498 ચોરસ ફૂટનો બંગલો મળે છે. પ્રણબદા રાષ્ટ્રપતિભવનમાં રહેતા હતા તેની સરખામણીમાં નવું મકાન બહુ નાનું છે પણ બીજાંને મળે છે તેના કરતાં આ બંગલો બહુ મોટો છે.
પ્રણબદા નિવૃત્તિ પછી 10, રાજાજી માર્ગ ખાતે આવેલા બંગલામાં રહેવા જશે. આ બંગલો 11,776 ચોરસ ફૂટ વિસ્તારમાં પથરાયેલો છે અને એકદમ આલિશાન છે. હાલમાં આ બંગલાનું રીનોવેશન કામ ચાલી રહ્યું છે. પ્રણબદા પાસે મોટી સંખ્યામાં પુસ્તકો છે તેથી તેમને માટે ખાસ વિશાળ લાયબ્રેરી બનાવાઈ રહી છે.
નવી દિલ્લીઃ દેશના રાષ્ટ્રપતિપદેથી પ્રણબ મુખરજીની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે દેશના બંધારણીય વડા રહી ચૂકેલા આ મહાનુભાવ ક્યાં રહેશે, તેમને કેટલો પગાર મળશે ને બીજી કઈ કઈ સવલતો મળશે તેવો સવાલ સતાવી રહ્યો છે. આ સંદર્ભમાં અહીં કેટલીક રસપ્રદ માહિતી પ્રસ્તુત છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -