ગૌરક્ષાના નામે મુસ્લિમોને હેરાન કરે છે ભાજપ, BJPના લોકોના ઘર આગળ ઘરડી ગાય બાંધી જુઓઃ લાલુ
જો તમને કોઈ ભાજપનો નેતા મારે તો તે સહન કરી લો. તેનો સામનો ન કરો. આપણે એ જાણવા માગીએ છીએ કે તેઓ ખરેખર ગાયની સેવા કરે છે કે નહીં, એમ કાર્યકરોને સલાહ આપતાં લાલુએ કહ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાર્ટીના કાર્યકરોને તેમણે કહ્યું કે, ભાજપ અને આરએસએસના લોકો ફક્ત વોટ લેવા માટે જ ગાયના નામે નાટક કરે છે તે સાબિત કરવા માટે તેમણે આમ કરવું પડશે. લાલુએ કહ્યું કે, ભાજપ અને આરએસએસના લોકો ગાયના નામે મુસ્લિમોને મારી રહ્યા છે. તેઓ આ બધું ગાયનું દુધ મેળવવા માટે કરી રહ્યા નથી પણ તેમને વોટ જોઈએ છે.
રાજગીરઃ રાષ્ટ્રીય જનતાદળ (રાજદ)ના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે ગુરુવારે પાર્ટી કાર્યકર્તાઓને ભાજપના ઘરની બહાર ઘરડી ગાય બાંધવા માટે કહ્યું જેથી ખબર પડે કે તેઓ ઘરડી ગાય સાથે શું કરે છે. લાલુએ કહ્યું કે, આમ કરવાથી એ જાણવા મળશે કે, ખરેખર ભાજપના લોકો ગૌસેવક છે કે પછી માત્ર વોટ મેળવવા માટે ગૌમાતાનો ઉપયોગ કરે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -