પીએમ મોદીએ ડિજિટલ એપ BHIM લોન્ચ કરી, હવે તમારો અંગૂઠો જ તમારી બેંક, કારોબાર અને ઓળખ છે
જો વેપારીએ આધાર પેનો ઉપયોગ કરવો હોય તો તેઓએ આધાર આઈડી બેન્ક એકાઉન્ટ સાથે લીન્ક કરવું પડશે. તેની પાસે આ માટે સ્માર્ટફોન અને રૂપિયા ૨૦૦૦નું એક ફિંગરપ્રિન્ટ રીડર જરૂરી બનશે. જેમાં અંગૂઠાની છાપ લગાવીને ટ્રાન્ઝેક્શન કરી શકાશે. જે હાલ આધાર પેમેન્ટ્સ પાયલટ પ્રોજેક્ટ્સ અંતર્ગત દેશમાં નિ:શૂલ્ક આપવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભીમ એપની સૌથી મોટી વાત એ છે કે તેના દ્વારા ઈન્ટરનેટ વિના પણ પેમેન્ટ કરી શકાશે. જેમની પાસે સ્માર્ટ ફોન નહીં હોય તેઓ પણ *99# ડાયલ કરીને પેમેન્ટ કરી શકશે. જે કોઈ એકદમ સાદા મોબાઈલ ફોનથી પણ શક્ય બની શકશે.
ભીમ એપની સૌથી મોટી વાત એ છે કે તેના દ્વારા ઈન્ટરનેટ વિના પણ પેમેન્ટ કરી શકાશે. તે યુપીઆઈ (યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ) અને યુએસએસડી (અનસ્ટ્રક્ચર્ડ સપ્લીમેન્ટ્રી સર્વિસ ડેટા)નું નવું વર્ઝન છે. રાજધાનીમાં તાલકટોરા સ્ટેડિયમમાં બે દિવસીય ડિજિધન મેળાનું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાને કહ્યું હતું કે આ ભીમ એપ આવનારા દિવસોમાં દેશના ગરીબ વર્ગને મજબૂત બનાવશે.
નવી દિલ્હીઃ દિલ્હીના તાલકટોરા સ્ડેડિયમ ખાતે 30 ડિસેમ્બરે લકી ગ્રાહક યોજનાનો પ્રથમ ડ્રો થયો. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિજિટલ પેમેન્ટ્સને વધારે સરળ બનાવવા માટે મોબાઈલ એપ BHIM લોન્ચ કરી છે. આ એપનું નામ ડોક્ટર ભીમરાવ આંબેડકરના નામ પરથી ભીમ રાખવામાં આવ્યું છે. આ અવસર પર તેમણે કહ્યું કે, ટેકનીક અમીરોનો જ નહીં પણ ગરીબોનો પણ ખજાનો છે.
તેમણે સ્વયં એ સમયે ભીમ એપ દ્વારા રૂપિયા ૧૨૦૦ની ખરીદી પણ કરી હતી. લોકો આ એપ એન્ડ્રોઈડ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે. વડાપ્રધાને કહ્યું હતું, ભીમ એપ પરિવારો માટે આર્થિક મહાશક્તિ બનશે. તે સામાન્યમાં સામાન્ય લોકોને ગામના મહાજનો પાસે જતા રોકશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -