PMની રેલીમાં અચાનક મંડપ પડતાં 24 ઘાયલ, ખબરઅંતર પુછવા હૉસ્પીટલ પહોંચ્યા મોદી, જુઓ દૂર્ઘટનાની તસવીરો
રેલીમાં હજારોની સંખ્યામાં લોકો પહોંચ્યા હતાં, કહેવાઇ રહ્યુ છે કે રેલી સ્થળ પર ચિકિત્સાની પુરતી સગવડ ન હતી. વડાપ્રધાનના કાફલામાં તૈનાત એમ્બ્યૂલન્સ દ્વારા જ ઘાયલોને જિલ્લાની હૉસ્પીટલ પહોંચડવામા આવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અગાઉ વડાપ્રધાન મોદીએ ખેડૂત રેલીમાં તૃણમુલ કોંગ્રેસના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની સાથે ડાબેરી પક્ષોને પણ નિશાને લીધા હતા. મિદનાપુરમાં એક ખેડૂત રેલીને સંબોધિત કરતાં મોદીએ કહ્યું કે, ડાબેરી શાસને પશ્ચિમ બંગાળને જે હાલતમાં પહોંચાડી દીધુ, આજે બંગાળની હાલત તેનાથી પણ ખરાબ સ્થિતિમાં પહોંચી ગઇ છે.
જિલ્લા હૉસ્પીટલમાં ઘાયલોને મળવા પહોંચેલા પીએમ મોદીએ કહ્યું કે, ચિંતા ના કરો તમે ઠીક થઇ જશો.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઘાયલોને જલ્દી સાજા અને સ્વસ્થ થવાની કામના કરી છે, મમતાએ ટ્વીટ કર્યું કે, 'અમે મિદના પુરની રેલીના બધા ઘાયલોને જલ્દીથી સાજા થવાની કામના કરીએ છીએ. રાજ્ય સરકાર તેમને દરેક પ્રકારની દવા અને સારવાર આપશે.'
ઘાયલોને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. ઘાયલો લોકોના હડકાં તુટવાની પણ સંભાવના છે.
મંડપ પડતા જ રેલીમાં અફડાતફડી મચી ગઇ અને માહોલ ખરાબ થઇ ગયો હતો. ઘાયલોને તરતજ હૉસ્પીટલમાં સારવાર માટે પહોંચાડાયા અને ઇલાજ શરૂ કરવામાં આવ્યો હતો.
આ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિદનનાપુરની જિલ્લા હૉસ્પીટલમાં તે સમર્થકોને મળવો પહોંચ્યા હતા, જે પીએમની ખેડૂત રેલીમાં મંડપ પડવાથી ઘાયલ થયા હતા.
કોલકત્તાઃ પશ્ચિમ મિદનાપુરની કૉલેજ ગ્રાઉન્ડમાં ઓયાજિત ખેડૂત રેલીમાં મંડપનો એક ભાગ ધરાશાયી થઇ ગયો, જેમાં ઓછામાં ઓછામાં 24 લોકો ઘાયલ થયા જેને તાત્કાલિક ધોરણે હૉસ્પીટલ ખસેડવામાં આવ્યા. આ દૂર્ઘટના મોદીના ભાષણ દરમિયાન ઘટી હતી. જોકે, ભાષણ દરમિયાન પીએમ મોદીએ કેટલાય લોકોને મંડપ પર ચઢવા માટે ના પાડી અને નીચે ઉતરવાનું કહ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -