TRAIના ચેરમેનનો ‘આધાર ચેલેન્જ’ ફેલ, ફ્રાન્સના હેકરે થોડીક જ મિનિટોમાં માહિતી કરી દીધી લીક
જો કે ભારતીય વિશિષ્ટ ઓળખાણ પ્રાધિકરણે આ દાવાને નકારી દીધો છે. યૂઆઈડીએઆઈ એ રવિવારે નિવેદન આપતા કહ્યું કે ટ્વિટર પર જે લોકો ‘આધાર સર્વર’ થી ટ્રાઈના આરએસ શર્માની અંગત માહિતી મેળવવાનો દાવો કરી રહ્યા છે તે ખોટો છે. દાયકાથી કાર્યરત એક લોક સેવકની તમામ માહિતી સાર્વજનિક છે. જેને ગૂગલ અને અન્ય સાઈટ્સ પરથી સરળતાથી મેળવી શકાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે આ આંકડા જાહેર કરતા શર્માને કહ્યું કે, ‘આધારના આંકડા સાર્વજનિક કરવાથી પ્રાઇવસીને કેટલો ખતરો હોઈ શકે છે.’ એલ્ડરસને લખ્યું કે, “આધાર સંખ્યા અસુરક્ષિત છે, લોકો તામારો ખાનગી સરનામું, વેકલ્પિક ફોન નંબરથી લઈને ઘણું બધું જાણી શકે છે. હું બસ અહીં સુધીજ અટકું છું. આશા રાખું છું કે તમે પણ સમજી ગયા હશો કે આધારને સાર્વજનિક કરવું એક સારો વિચાર નથી.”
ઇલિયટ એલ્ડરસન ઉપનામવાળા ફ્રાન્સના યૂઝર્સનું એક ટ્વિટ હેન્ડલ @fs0c131y છે. જેમણે ટ્વીટની શ્રેણીમાં શર્માની ખાગની જાણકારીના આંકડા જાહેર કરી દીધા હાતા. જેમાં તેમની જન્મ તારીખ, સરનામું અને વૈકલ્પિક ફોન નંબર અને પાન કાર્ડ માહિતી પણ સામેલ છે.
એન્ડરસને આધારના આંકડાની મદદથી તેમની ખાનગી તસવીર પણ શોધીકાઢી હતી. જો કે તેણે સંવેદનશીલ ભાગને બ્લર કરીને શેર કરી હતી. એન્ડરસને સાથે લખ્યું કે હું સમજુ છું કે આ તસવીરમાં તમારી પત્ની અને પુત્રી છે.
શર્મા આધાર પરિયોજનાના સૌથી મોટા સમર્થક પણ માનવામાં આવે છે. તેમનું કહેવું છે કે આ વિશિષ્ટ સંખ્યા કોઈ પ્રાઇવસીનું ઉલ્લઘન નથી કરતી તથા સરકારને આ પ્રકારે ડેટાબેઝ બનાવવાનો અધિકાર છે, જેથી તે સરકારી સામાજિક સુરક્ષા યોજનાઓને હેઠળ નાગરિકોને સબસિડી આપી શકે.
નવી દિલ્હી: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ)ના અધ્યક્ષ આરએસ શર્માએ આધારના ડેટાની સુરક્ષાની પુખ્ત કરવા પાટે પોતાનો 12 આંકડાનો આધાર નંબર સોશિયલ મીડિયા પર જાહેર કરતા લખ્યું કે જો આધારની સુરક્ષાને કોઈ ખતરો હોય તો કોઈ મારી જાણકારીને નુકસાન પહોંચાડીને બતાવે અને તેના આ ચેલેન્જના કેટલાક કલાકમાંજ તેના આકંડા લીક થઈ ગયા હતા. જો કે ભારતીય વિશિષ્ટ ઓળખાણ પ્રાધિકરણે આ દાવાને નકારી દીધો છે.
આધારને લઈને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ચૂક્યો છે અને કાર્યકર્તાઓથી લઈને સામાન્ય જનતા સુધી ડર છે કે તેનો 12 આંકડાનો બાયોમેટ્રિક નંબર કોઈ પ્રાઈવસી માટે નુકાશકારક તો નથી ને.
- - - - - - - - - Advertisement - - - - - - - - -